________________
માર્ગમાં અધિકતર સદ્ભાવની વૃદ્ધિ થાય તે પ્રમાણે તમારા સૌનું વર્તન હોવું ઘટે - માટે ખૂબ જ કાળજી રાખશો. મારા-તાસનો ભેદ ભુલી મુક્તિ પંથે કેમ આગળ વધે ? અને આગળ વધવામાં જેટલી આપણી સહાયતાની આવશ્યકતા હોય તેટલી સહાયતા કરવાથી આપણા ચારિત્ર મોહનીય કર્મની નિર્જરા દ્વારા આપણે પણ જલ્દી મુક્તિગામી બનીએ. એ જ ભાવના રાખવાના માટે સૌ સંપની રહેશો - સૌ સૌનાં ઉચિતને જાળવે - વડીલોની અશાતના ન થાય તે પ્રમાણે લક્ષ્ય રાખી એકમેક બની રહેશો. એ જ ખાસ ભલામણ.
દ. જયાશ્રીની અનુવંદના
(પા. નં. ૪૧)
(૫)
તપ
વિનયાદિ ગુણયુક્તા - યોગ - અનુવંદના.
સુખશાતાપૂર્વક લખવાનું કે ચીઠ્ઠી મળી. બીજું તે વર્ષીતપનો પ્રારંભ કર્યો હશે ? પૂજ્યપાદ પરમ તા૨ક ૫૨મ ગુરૂદેવશ્રીજીની મહાન પુણ્ય નિશ્રામાં તેઓશ્રીના જ શ્રીમુખે પચ્ચકખાણ કરવાનું ભાગ્ય સાંપડ્યું તે મહાન પુણ્યની નિશાની છે. તપશ્ચર્યા ખૂબ જ ભાવોલ્લાસપૂર્વક કરવી. વિધિ પણ બરાબર કરવી. આહાર સંજ્ઞાને મારવા માટે જ તપશ્ચર્યા ક૨વાની છે. તપ-આત્મસાત્ થઈ જાય આહારની લાલસા નષ્ટ થઈ જાય એ જ લક્ષ્ય બિંદુ કેન્દ્રિત કરી તપમાં આગળ વધવું. આહાર સંજ્ઞા ઉપર કાબુ નહિ આવે. સ્વાદનો રસ નહિ જાય તો તો તપનું જે ભગવાને ફરમાવેલું ધ્યેય છે તે ધ્યેય મેળવી નહિ શકીએ માટે સમજણપૂર્વક તપ જીવનમાં કેળવશો. જેથી વહેલી મુક્તિ મળે અને શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
Jain Education International
૪૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org