________________
જ છે. મારી એવી પ્રભુ પાર્શ્વનાથ પ્રત્યે પ્રાર્થના છે કે એમની કૃપાથી
તમે દેહબંધનથી મુક્ત આત્મા બને. તમારા પત્ર ઉપરથી તમારા નિર્મણ પરિણામનો ખ્યાલ આવે છે. સ્વતંત્રભાવ એ જ આત્માના કલ્યાણનો મૂળ મંત્ર છે. કારણ કે આત્મા વાસ્તવિક રીતે તો શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવવાળો છે. આત્મા કર્મકલંકથી મલિન થાય છે. આ કર્મો દૂર કરવાની જે વિધિ છે તેમાં તમે એકાગ્ર ચિત્તે પ્રવૃત્ત બન્યા છો. બાહ્ય ક્રિયાની ખામી આ અવસ્થામાં આત્માને બાધક બનતી નથી. સમ્યક દૃષ્ટિ આત્મા નિંદા અને ગર્તા કરીને અશુદ્ધિને દૂર કરે છે. મન, વચન અને કાયાના પરિણામ બાહ્ય સંબંધોમાં (પ્રયાયોમાં) જોડાતા નથી. તમે અને હું આવતા જન્મમાં અવશ્ય પાછા મળીશું એવી મને શ્રદ્ધા છે. તમારા સ્વાધ્યાય અંગેના સમાચાર મહિનામાં એક વાર પત્ર દ્વારા જણાવશો.
તમોને મારી દર્શન વિશુદ્ધિ પાઠવું છું. આ. શુ. ચિ. ગણેશ પ્રસાદ વર્ણી. ચૈત્ર સુદ ૧, સંવત ૧૯૯૩
(૩) શ્રીયુત મહાશય દીપચંદજી વર્ણી સાહેબ યોગ્ય ઈચ્છાકાર પત્ર મળ્યો. તેના દ્વારા તમારા શરીર અંગેના સમાચાર જાણ્યા છે. આ શરીર પર (પારકું) છે અને ઘણાં થોડા સમયમાં આપશ્રીની પવિત્ર ભાવના આત્મા તેનો સંબંધ છોડી દેશે અને વૈક્રિય શરીર ધારણ કરશે મને વિશ્વાસ છે કે તમારી અસાવધની શરીર પ્રત્યે છે નહિ કે આત્મચિંતનમાં. અશાતાના ઉદયમાં મોહને કારણે વિકલતા થવાનો સંભવ છે. તેમ છતાં અંશમાત્ર પ્રબળ મોહને લીધે આત્મ ચિંતનમાં બાધક જ નહિ બને. મને શ્રદ્ધા છે કે તમે આ માર્ગ હશો અને જીવનના અંતકાળ
શ્રી આત્મકમલ લબ્ધિ જ્ઞાનમંદિર, દાદર, મુંબઈ.
૩૯૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org