________________
આધ્યાત્મિક પત્રો સંક્ષિપ્ત હોવા છતાં શાસ્ત્રજ્ઞાનની ગરજ સારે છે અને ચિંતન-મનન દ્વારા આધ્યાત્મિક અનુભવની સ્થિતિએ પહોંચાડવામાં માર્ગદર્શક બને છે. આ પત્રો કિંમતી રત્ન સમાન છે. જ્યારે પણ વાંચીએ ત્યારે જીવનમાં નવો પ્રાણ પૂરે છે. ઓક્સીજનથી જીવન જીવવા જેવું લાગે છે. જીવનમાં ઓક્સીજન ખૂટી જાય ત્યારે ઓક્સીજનના બાટલા ચઢાવીને દર્દીને શાતા આપવામાં આવે છે તે કરતાં આત્માની પુષ્ટિ માટે પત્રોરૂપી ઓક્સીજન અવાર નવાર સેવન કરવામાં આવે તો જે શાંતિની શોધ ચાલે છે તે શાંતિ સ્વયં આત્મામાં રહેલી છે તેનો ચમત્કારિક અનુભવ થયા વિના રહેશે નહિં. જરૂર માત્ર એટલી જ છે કે આત્માને બહારની દુનિયામાંથી ખેંચીને આંતરજગતમાં વિહાર કરવા માટે તાલીમ આપવી જોઈએ તો જ શાંતિનો શ્વાસ લેવાય. આ પ્રવૃત્તિ નાનકડાં પત્રો દ્વારા સહજ સાધ્ય છે.
જૈન પત્રોની દુનિયા વિશાળ છે એટલે બધા જ પત્ર લેખકોના પત્રોનો અભ્યાસ કદાચ શક્ય ન બને તો આ પુસ્તકના કેટલાક પત્રો વાંચ્યા પછી તલસ્પર્શી વિચારણા કરવામાં આવે તો જીવનની નવી દિશા ઉઘડી જાય અને જીવનની મંગલયાત્રા એક પ્રેરણાદાયી ચિંરજીવ સંસ્મરણ બની જાય. આ પત્ર લેખકો આપણા જીવનના એક પ્રેરક સંસ્મરણરૂપ છે એમ સ્વીકારવું જોઈએ.
જૈન સાહિત્યના પત્રો એટલે ધર્મ દ્વારા મોક્ષ પુરૂષાર્થની સિદ્ધિની સ્વાનુભવસિદ્ધ પાથેય. વ્યવહારના સંબંધીઓનું આશ્વાસન
માત્ર સંબંધો સચવાઈ રહે તેવું આભાસી હોય છે. સંતોના પત્રોનું છે આશ્વાસન વ્યક્તિને પરમ શાંતિ આપી જીવનની ખિન્નતા, જ ઉદાસીનતા કે અકર્મણ્યતા ને દૂર કરવામાં રામબાણ ઈલાજ સમાન
૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org