________________
મારે માટે મોન સિવાય અત્યારે બીજો રસ્તો નથી. દીવાળી સુધી મૌનની ધારણા છે. તમો પ્રબંધાવલી વાંચો તે જાણ્યું. શ્રીમદ્ રાજચંદ્ર પણ ઠીક છે. જ્ઞાનેશ્વર તથા એકનાથનું ચરિત્ર પણ સારું છે. તમે સાંભળ્યું છે, સમજ્યા છો એટલું સાધનાથી વર્તનમાં મુકાય ત્યાં સુધી વૈર્ય અને ધીરજ રાખશો. સમય આવ્યે મારામાં જ તમે અનુભવશો. બહાર જવું નહિ પડે. એ વસ્તુ પ્રયત્ન સાધ્ય છે. એમાં અપૂર્વ શ્રદ્ધા અને ધીરજની અને શૈર્યપણાની અપેક્ષા રહે છે. ઈષ્ટદેવના નામનો જપ પણ અપૂર્વ ફળ આપે છે. શીતળતા - શાંતિ - આનંદ સમય જતાં તમે અંદર જ અનુભવશો. ગભરાશો નહિ. ઉતાવળ ન કરશો. જ્યાં ત્યાં ફરવાની જરૂર નથી. દ. ભિક્ષુ
(૮)
સાયલા. તા. ૩-૬-૬૩
અનાસક્ત ભાવે કર્તવ્ય બજાવવામાં આનંદ છે.
શારીરિક, માનસિક પરિસ્થિતિ માટે લખ્યું તે જાણ્યું. હવે તદ્ગ આરામ હશે. વ્યવહારના બોજાથી, બંધનથી કંટાળો આવે છે અને મુક્ત થવાની વૃત્તિ ઊઠે છે પણ એ બધી અપરિપક્વ દશા છે. અર્જુનના વિષાદ જેવી દશા છે. છતાં મનમાં એ ભાવ પડ્યો છે. તો ક્યારેક પરિપાક થાશે. ત્યારે કામ લાગશે. હાલ તો બને તેટલા અનાસક ભાવે કર્તવ્ય બજાબે જવા સિવાય રસ્તો નથી. ગૃહસ્થાશ્રમ ગાડીના બે પૈડાથી તમારું ગાડું ચાલે છે. બન્નેના યોગ પરસ્પર સહાયરૂપે છે. બોજો વધાર્યો છે એટલે વખત મળતો નહિ હોય
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
૩૮૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org