________________
માટે ગભરાવું નહિ. ધેર્ય, શ્રદ્ધા અને ખંતને છોડવાં નહિં. દ. ભિક્ષુ
(૪)
સાયેલા. તા. ૨૯-૯-૬૧ જેનું હૃદય સરળ, નિખાલસ તે જ પ્રભુનો ભક્ત બની શકે.
જેનાં હૃદય સરળ, નિખાલસ, ભક્તિપ્રધાન એ જ ખરાં પ્રભુનાં ભક્ત બને છે. મોક્ષ પણ એનો જ થાય છે. સંસારના વ્યવહારમાં ગમે તેવા કાર્યોમાં જોડાવા છતાં હંમેશાં એકાદ કલાક હૃદય શુદ્ધિ અર્થે પ્રાર્થના, ભજન, વાંચન, વિચારણા, આત્મચિંતન પ્રભુ સ્મરણ જેવું કંઈક કરવાની ટેવ પાડવી. તમારા સર્વ કુટુંબને અમારી એ ભલામણ છે. સૌને પ્રભુ સ્મરણ કરવાનું કહેશો.
દ. ભિક્ષુ
સાયલા. તા. ૨૦-૧૧-૧૯૬૩
પ્રભુનું અનન્ય ભાવથી સ્મરણ કરશો.
જાપ. તેના પ્રત્યે અનન્ય ભાવથી રટણ રાખશો. તેને સર્વ સુપ્રત કરશો. તેનું સર્વ છે. તેના હાથમાં આપણે બધા છીએ. તેને ગમે તેમ કરવા આપણે મોકળા થઈ જવું ઘટે છે. એ આપણા જીવનનું રહસ્ય છે. એ રહસ્યને માટે બધા શાસ્ત્રો છે.
કષ્ટમાં પણ હિંમત રાખવી. ભય, શોક, ચિંતા ત્યજી દેવી. આ
| શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
૩૮૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org