________________
સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે સ્પર્શનું ફળ હીમને છે સ્પર્શ કરવાથી હીમસ્પર્શનું જેમ થયા વિના રહેતું નથી. તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈપણ પરિણામે આત્મા વર્તે તેનું ફળ પણ થવા યોગ્ય થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોક્તા છે.
ભોગવીને કર્મથી છુટવાની વૃત્તિ ભૂલ ભરેલી છે. ભોગવતા સમભાવ રહેવો મહાદુર્ઘટ છે, તૃષ્ણા વધે છે અને કર્મ બળવાન થાય છે. માટે ભોગ પહેલાં, ભોગ વખતે અને પછીથી પક્ષાંતાપ ન ચુકાય એ જ ખરો પુરૂષાર્થ કે વૈરાગ્ય છે જ.” પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ગોવર્ધનદાસ.
જે જે કર્મનો ઉદય થાય છે તે સ્વત: નથી થતો પણ કર્મના સિદ્ધાંત પ્રમાણે થાય છે. જીવોએ પુણ્ય પાપરૂપી કર્મો ગ્રહણ કર્યા તે ઉદયમાં આવતાં તેના ભોક્તા થયા. આત્માનો સ્વભાવ વેદક છે. તેથી જે કર્મનું ફળ ઉદયમાં આવે તેને વેદે છે. તે સુખદુઃખને અનુભવવાની શક્તિ એક આત્મામાં જ છે. તેથી તે કર્મનો ભોક્તા છે. જો જીવ પરમાર્થથી નિજ સ્વભાવનો કર્તા થાય તો જ જીવ પરમાર્થથી નીજ સ્વભાવનો ભોક્તા થાય છે. અને જો જીવ વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્તા થાય તો તેને દ્રવ્ય કર્મના ભોક્તા થવું પડે છે જેથી આભાસી સુખ વેદવું પડે જેમ કે કહ્યાગરા દીકરા, ધમધોકાર ધંધો, ખાવાપીવાની વિવિધ વાનગી, વિમાનમાં મુસાફરી, ઘરના બંગલા, ગાડી, નોકર, ચાકર, પંચતારક હોટલમાં ઊતરવું વગેરે અથવા તો આભાસી દુઃખ વેદવું પડે જેમ કે નેહી, સ્વજન કે પ્રિયજનનો વિયોગ, ધંધાનું પડી ભાંગવું, ગરીબી, ખાવાના સાંસા જ પડે વગેરે.....
abhક
B
E
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org