________________
વિશેષ પ્રયોજાયું છે. કેવળ એકમાત્ર મોક્ષની જ અભિલાષા હોય તે આ સાચા અર્થમાં મુમુક્ષુ છે. આત્મ વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં છે આવે તે માટે અધ્યાત્મ યોગ છે અને એના સાધકો જ સાચા અર્થમાં મુમુક્ષુ છે. પત્રને અંતે આજ્ઞાંકિત રાયચંદ રાયચંદના પ્રણામ, આત્મ સ્વરૂપના પ્રણામ વગેરેનો પ્રયોગ થયો છે. પત્રનું સંબોધન આરંભ અને અંતમાં પ્રયોજાયેલા શબ્દો પૂ. શ્રીની વિનમ્રતા અને વિનય ગુણનું પ્રતીક છે. મહાત્માઓના જીવનમાં આવો ઉત્કૃષ્ટ વિનય હોય પછી જ્ઞાન અને અધ્યાત્મમાં સહજ રીતે વૃદ્ધિ થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. અહંકારના હસ્તિને દૂર કરવા નમ્રતા અને વિનય અનિવાર્ય છે. “વિનયમૂલો ધમ્મસ્સ' એ સૂત્ર જીવનમાં ચરિતાર્થ થયેલું જોવા મળે છે.
શ્રીમદ્ભા પત્રોની સંખ્યા ઘણી મોટી છે પણ ઉદાહરણ રૂપે કેટલાક પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે. વિશેષ જિજ્ઞાસા માટે મૂળ પુસ્તકનું અધ્યયન અત્યંત આવશ્યક અને આત્માર્થીજનોને માટે આત્મપોષક છે.
શ્રીમદ્ રાજચંદ્રના પત્રો દ્વારા એમના વ્યક્તિત્વના કેટલાંક લક્ષણો જાણવા મળે છે. એમનામાં રહેલો વિનયગુણ અને નમ્રતા સાચે જ અનુકરણીય બને તેવી છે. સૌ કોઈની સાથેના વ્યવહારમાં સરળતા નિખાલસતા પણ નિહાળી શકાય છે. એમનો જ્ઞાનનો ક્ષયોપશમ ઊંચી કોટીનો હતો અને પત્રોમાં તે અંગેના વિચારો વ્યક્ત થયા છે. તેમાં પ્રભુ મહાવીરની વાણીમાં અતૂટ શ્રદ્ધાનું પણ દર્શન થાય છે. વળી એમની સ્વ-સ્વરૂપાનુસંધાન માટેની અપૂર્વ જિજ્ઞાસા ધ્યાનમુદ્રા અને આત્મદર્શનની અનેરી અભીપ્સા એમના વ્યક્તિત્વને ઉચ્ચ કોટીનું બનાવે છે. આ પત્રોના વિચારો ચિતન. હીરાબેન એસ. શાહ, મુંબઈ.
કે (૩૩૫)
ર
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org