________________
૧૭. શ્રીમદ્ રાજચંદ્ર
અધ્યાત્મ ફિલસૂફ શ્રીમદ્ રાજચંદ્રનું મોટા ભાગનું સાહિત્ય પૂ. શ્રીએ પ્રસંગોચિત્ત લખેલા પત્રો દ્વારા એકત્ર કરવામાં આવ્યું છે. પૂ. શ્રીની સર્વોત્તમ કૃતિ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. એમનું પત્ર સાહિત્ય વિશાળ છે. એમણે શ્રી સોભાગભાઈ, અંબાલાલભાઈ અને અન્ય મુમુક્ષુઓને અવારનવા૨ પત્રો લખીને આધ્યાત્મિક અને ઉદાત્ત જીવન ઘડત૨ અંગેના વિચારો વ્યક્ત કર્યા હતા જે આજે પણ જૈન-જૈનેતર વર્ગને જીવન ઘડતરમાં અનન્ય પ્રેરક બન્યા છે.
જૈન પત્ર સાહિત્યના સંદર્ભમાં વિચારીએ તો શ્રીમદ્ના નાનામોટા ૯૫૫ પત્રો ઉપલબ્ધ થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી પ્રગટ થયેલ પુસ્તક ‘શ્રીમદ્ રાજચંદ્ર' માં આ અંગેની માહિતી છે. આ પુસ્તકના પા. ૮૪૮ ઉપર પત્રો વિશેની કેટલીક મહત્ત્વની વિગતો મળી છે. આ પત્રો મુંબઈ, મોરબી, વવાણિયા, જેતપુર, ખંભાત, ભરૂચ, કલોલ, લીંબડી, અંજા૨, ભુજ, ભાવનગર, સાયલા, માંડવી, સુરત, વસો, વિરમગામ, ડરબન (Africa), ખેડા, સુણાવ, અમદાવાદ, ગોધાવી વગેરે સ્થળોએ રહેતા મુમુક્ષુઓને પત્રો લખ્યા હતા.
શ્રીમાન્ અંબાલાલ લાલચંદ, મુનિ શ્રી લલ્લુજી, સૌભાગ્યભાઈ, લલ્લુભાઈને સંબોધીને મોટી સંખ્યામાં પત્રો લખાયા છે. આ પત્રોમાં વર્ષ, સ્થળ, તિથિ, મહિનો, વા૨નો ઉલ્લેખ કર્યો છે. દા.ત. પત્ર નં. ૭૧૦, વડવા, ભાદરવા સુદ ૧૫, સોમવા૨ ૧૯૫૨. મોટાભાગના પત્રો શ્રાવકોને ઉદ્દેશીને લખાયા છે. સાધુને ઉદ્દેશીને લખાયેલા પત્રોમાં મુનિ લલ્લુજી અને મુનિ દેવકરણજીનો
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
Jain Education International
333
For Private & Personal Use Only
www.jainelibrary.org