________________
જ દર્શન થાય છે. મૌનથી ચિતન શક્તિ વધે છે. પરિવર્તન પામતાં
સંજોગો અને પરિસ્થિતિમાં ચિંતન દ્વારા વિચાર થાય છે. હેયઉપાદેયનો વિવેક થઈ શકે છે.
કુદરતે આપણને સાંભળવા માટે બે કાન આપ્યા છે પણ બોલવા માટે જીભ એક જ આપી છે. તેનો અર્થ એ છે કે આપણે વધુ સાંભળવું અને ઓછું બોલવું જોઈએ. જે વધુ પડતું બોલે છે તેની વાત ધ્યાનમાં (ગણતરીમાં) લેવાતી નથી, પણ બકવાસ ગણાય છે. તેની વાત સાચી હોય તો પણ બકવાસને કારણે ગણતરીમાં લેવાતી નથી. જે વ્યક્તિ મિતભાષી હોય છે તેનો પ્રત્યેક શબ્દ કિંમતી ગણાય છે અને તે નકામો જતો નથી.
અધિક શક્તિ શબ્દમાં રહેલી છે. પરમાણુ બોમ્બમાં તો માત્ર બાહ્ય વૈભવ છે કે જેનામાં નાશ કરવાની શક્તિ છે. અયોગ્ય શબ્દોથી આત્માના ગુણ વૈભવનો નાશ થાય છે અને ભવિષ્ય પણ મલિન થાય છે. આપણે બોલ્યા વગર રહી શકતા નથી એટલે માટે વિચારપૂર્વક બોલવું જોઈએ.
- ઘણીવાર જીવનમાં જોઈએ છે કે કેટલાક લોકો બે માણસ વાત કરતા હોય ત્યારે બિનજરૂરી વચ્ચે બોલે છે અને ઝઘડો વહોરી લે છે.
મોન કેળવવા માટેનો ઉપાયઃ (૧) બે માણસ વાત કરતા હોય ત્યારે પૂછયા વગર વચ્ચે બોલવું
નહિ. | (૨) દિવસમાં ત્રણ-ચાર કે વધુ સમય મૌન રાખવું. ટાર શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. કે
૩૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org