SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ 'ધૂલભદ્રજી તથા શ્રી વજસ્વામીજી વગેરે જેને ઈતિહાસના અનેક છે તેજસ્વી પાત્રોનું તથા તેમની શિષ્ય પરંપરાઓનું વર્ણન કરવામાં , આવશે. આમ આજે સવારના ભગવાન મહાવીર પહેલાંનો ઈતિહાસ અને બપોરે ભગવાન મહાવીર પછીનો ઈતિહાસ કલ્પસૂત્રના આધારે વંચાશે. અંતમાં એ વિશ્વવંદ્ય તીર્થકરોએ ઉપદેશેલો તથા અનેક મહાન આચાર્યોએ, મહામુનિઓએ પોતાના જીવન સર્વસ્વનો ભોગ આપીને અનેક આપત્તિઓની વચ્ચે પણ ટકાવી રાખેલો આ પવિત્ર ધર્મમાર્ગ સદા જયવંતો વર્ત અને વિશ્વકલ્યાણનું મહાકાર્ય સદા ચાલતું રહે એવી મંગલ કામના સાથે આજનો આ પત્ર પૂરો કરૂં છું. લિ. કીર્તિચંદ્ર વિજયના ધર્મલાભ. સંદર્ભ : પર્યુષણ પત્રમાળા લેખક : મુનિ કીર્તિચંદ્રવિજયજી શાંતિનિકેતન આશ્રમ, તીથલ. (વલસાડ) ઈ. સ. ૧૯૮૫ ૧૪. અમર અધ્યાત્મમૂર્તિ (પ. પૂ. ગુરૂદેવશ્રી અમરેન્દ્રવિજયજી) શાંતિનિકેતન આશ્રમ તીથલ (વલસાડ)માં અધ્યાત્મ સાધના કરીને જિજ્ઞાસુ ભાઈ-બહેનોને સાધનાના માર્ગમાં પ્રવેશ કરાવીને પ્રગતિ કરાવનાર પૂ. અમરેન્દ્રવિજયજીએ આત્મસાધના સાથે વાંચન-મનન અને ચિંતન દ્વારા અધ્યાત્મ માર્ગનાં રહસ્યોનું વિશદ વિવેચન કરીને - શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. (૩૦૮ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy