SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ઉપલબ્ધ જૈન સાહિત્યમાં અત્યારે બે જાતનાં કલ્પસૂત્ર મળે છે. એક બૃહત્ કલ્પસૂત્ર' અને બીજું પર્યુષણા કલ્પસૂત્ર' એમાંથી પર્યુષણાકલ્પસૂત્ર'નું વાંચન આ પર્વના દિવસોમાં કરવામાં આવે છે. “પર્યુષણા” અને “કલ્પ' એ બંને સંસ્કૃત શબ્દો છે. પર્યુષણા” એટલે એક સ્થાને વસવું અને કલ્પ” એટલે આચાર વર્ષાઋતુમાં એક સ્થાનમાં વસવાનો નિર્ણય કરીને સાધુ-સાધ્વીજીઓને જે આચારોનું, જે નિયમોનું પાલન કરવાનું હોય છે તેનું વર્ણન આ સૂત્રમાં આવતું હોવાથી એ પર્યુષણા - કલ્પસૂત્ર' કહેવાય છે. અત્યારે જે કલ્પસૂત્ર વંચાય છે તેમાં આવું સાધુ-સાધ્વીજીના આચારોનું વર્ણન તો છે જ. ઉપરાંતમાં ખાસ કરીને ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર પ્રભુના જીવનચરિત્રનું અને ટૂંકમાં ભગવાન શ્રી આદિનાથ, ભગવાન શ્રી નેમિનાથ તથા ભગવાન શ્રી પાર્શ્વનાથ વગેરે તીર્થકરોના જીવન ચરિત્રનું આલેખન પણ કરવામાં આવ્યું છે. જૈન સંઘમાં આ કલ્પસૂત્રનું શ્રવણ કરવાનો ભારે મહિમા છે. કલ્પસૂત્રના કર્તા ભગવાન શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી લગભગ સવાસો વર્ષ થયેલા મહાન જૈનાચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ આ કલ્પસૂત્રની રચના કરી છે. સમ્રાટ ચંદ્રગુપ્તને ધર્મનો પ્રતિબોધ આપનાર મહાજ્ઞાની અને મહાયોગી એવા આ આચાર્ય ભગવંતે નેપાળમાં - જઈને બાર વર્ષ સુધી “મહાપ્રાણ ધ્યાનની સાધના કરી હતી. તેઓ છે = શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર. 3 ૧૨૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy