________________
મોક્ષના મૂળ કારણરૂપ નિજ શરીર સંરક્ષકો ભવ
એ જ મારા શરીરે ધર્મ પસાથે સારું છે. સમગ્ર સાધુની પુનઃ પુનઃ વંદના.
સંદર્ભઃ યશોધર્મ પત્ર પરિમલ સંપાદક : વિજય યશોદેવસૂરીજિ મુક્તિકમળ અને મોહનમાળા રાવપુરા, વડોદરા. ઈ. સ. ૧૯૯૨
૧૨. હિમાલયની પદયાત્રા જૈન પત્ર સાહિત્યનું નવલું નજરાણું એ હિમાલયની પદયાત્રા કૃતિ છે. સામાન્ય રીતે ઉપદેશાત્મક અને તાત્ત્વિક વિચારોને વ્યક્ત કરતા પત્રો ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. જ્યારે એકમાત્ર જંબુવિજયજીએ ઉગ્ર વિહાર કરીને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિની કહેવતને ચરિતાર્થ કરનારા પૂ. શ્રીએ હિમાલયથી પદયાત્રા કરીને જૈન શાસનના એક અણગાર તરીકે ઉચ્ચતમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પદયાત્રા દરમ્યાન પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિને પૂ. શ્રીએ વિવિધ પત્રો દ્વારા પ્રકૃતિ દર્શન, ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક અને સમકાલીન પરિસ્થિતિનું પત્રોમાં વર્ણન કર્યું છે. કુલ ૨૬ પત્રો દ્વારા હિમાલયની પદયાત્રા એ ભાવયાત્રા બને એવી રસપ્રદ અને આકર્ષક શૈલીમાં પત્રો લખાયા છે. અત્રે બધા પત્રો છાપી શકાય તેમ નથી પણ કેટલાક પત્રોના પરિચ્છેદને ઉદાહરણ રૂપે પ્રગટ કરવામાં આવે છે. આ પત્રો વિષયની દૃષ્ટિએ નવીન છે તો શૈલીની દૃષ્ટિએ પણ કલાત્મક છે. તેમાં સાંપ્રદાયિકતા કરતાં પ્રવાસ સાહિત્યની એક નમૂનેદાર કૃતિની ક્ષમતા રહેલી છે. hક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, ઝરી
૨૮૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org