________________
આજે ત્યાં સત્કાર સમારંભ હતો તેના સમાચાર નગીનભાઈ પાસેથી જાણીને આનંદ થયો છે. સંઘના પ્રત્યેક નાના મોટા ભાઈઓનો. આ મહોત્સવમાં ખૂબ સાથ હતો છતાં ચંદુભાઈ પટેલ તથા ડાહ્યાભાઈ અને બાલચંદની અથાગ જહેમત હતી. શાસનદેવ ઉપાધ્યાયજી મહારાજ તથા અધિષ્ઠાયકની કૃપાથી ખૂબ આનંદ થયો છે અને ચારેય તરફ આ મહોત્સવની સુવાસ સારી પ્રસરી છે.
એ બધી સુવાસ શાસનપ્રભાવનાની પૂર્ણસુયશના અધિકારી તમો છો. સદાય એવો સુયશ પામો અને જૈન શાસનમાં જયજયકાર વર્તાવો.
(આ પત્ર યશોવિજય સારસ્વત સત્રની ઉજવણી બાદ લખાયેલો છે એટલે સમય વિ. સં. ૨૦૦૯, સન ૧૯પ૩ ચૈત્ર મહિનાની આસપાસનો હશે.)
પત્ર સંખ્યા ૩૩ (પા. ૭૫)
અનુવંદના સુખશાતા સહ. અત્રે દેવગુરૂ પસાથે શાંતિ. તમો સર્વે શાંતિમાં હશો.
વિશેષમાં ત્યાંથી ચંદુભાઈ ગુરૂવારે અત્રે આવ્યા ત્યાં તમારી નિશ્રામાં હોસ્પીટલનું કાર્ય ઘણાં ઘણાં ઉલ્લાસથી થયું તે જાણી ઘણો જ આનંદ થયો છે અને સાથે ત્યાં આવેલા સંઘોએ તમોને મુંબઈ આવવા પધારવા વિનંતી કરી અને તમોએ મુંબઈમારી પાસે આવવા ઈચ્છા દર્શાવી અને જય બોલાવી છે તે જાણી ઘણો જ આનંદ થયો. - શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
૨૮૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org