________________
5 મધ્યકાલીન પરંપરા અનુસાર સ્વાસ્તિથી ગામ બીલીમોરા મળે,
એતાન શ્રી ગામ અમદાવાદથી લિ. અતિસુખશખર તનમણિશંકર ગાંધીના જુહાર વાંચશો. એવી પ્રણાલિકા હતી. આ પત્રો જૈન સાધુઓએ લખેલા હોવાથી નામોલ્લેખ થયા પછી ધર્મલાભ શબ્દપ્રયોગ થાય છે. આ શબ્દપ્રયોગ હેતુપૂર્ણ છે. સાધુ જીવન એ ધર્મારાધનાનું અનુકરણીય અને અનુમોદનીય પ્રત્યક્ષ ઉદાહરણ છે. એમાં કોઈ કવિ કલ્પના કે અતિશયોક્તિને સ્થાન નથી. રાતદિવસ ધર્મધ્યાનની જ પ્રવૃત્તિ કરનાર મુનિવૃંદ શ્રાવક-શ્રાવિકાને ધર્મલાભની જ વાત કરે તે જ યથોચિત છે. આત્માના શાશ્વત સુખ માટે અને જન્મજરા મૃત્યુના નિવારણ માટે આ દુનિયાની અબજોની સંપત્તિ કે ગમે તેવા ગાઢ રાજદ્વારી વ્યવહાર કે અન્ય ક્ષેત્રના સ્ત્રી-પુરૂષના, દેશ-વિદેશના સંબંધો કામ આવી શકે તેમ નથી. એક માત્ર ધર્મલાભ સમજે તો સાચો સંબંધ સમજીને જીવન કૃતાર્થ કરે. માટે આ શબ્દ પ્રયોગ તો માત્ર પત્રલેખન દ્વારા થાય અને ભવ્યાત્માઓ ગુરૂ કૃપાને એમની અમીદ્રષ્ટિથી ધર્મ પામી શકે.
આ પત્રોમાં સર્વસામાન્ય હકીકત એ છે કે સાધુભગવંતો પત્ર લખતી વખતે સુખ-શાતા – વંદના - મહોત્સવ -- તપશ્ચર્યા અને ચાતુર્માસની આરાધનાની અનુમોદના વગેરેનો ઉલ્લેખ થયો છે.
પત્ર સાહિત્યની કૃતિઓમાં “પત્ર' નો તો ઉલ્લેખ થયો છે પણ શીર્ષક રચના એવી ઉત્તમ કક્ષાની અને કલાત્મક છે એટલે તે ઉપરથી પત્રોની દુનિયામાં વિહાર કરવાની જિજ્ઞાસા જાગે છે. પૂ.પં.શ્રી ભદ્રંકરવિજયજીના પત્રોના શીર્ષક ગુરૂદેવનો પત્ર પ્રકાશ,
આધ્યાત્મિક પત્રમાળા, પ્રેરણાપત્રોનો સોનેરી પ્રકાશ, કલ્યાણકારી આ પત્ર માળા, પ્રેરક પત્ર પરિમલ, પ્રત્યેક શીર્ષકમાં કંઈક જિજ્ઞાસા
( ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org