________________
સ્પષ્ટીકરણ નથી છતાં પત્રો દ્વારા આગમોદ્ધારકશ્રીના ગુરૂદેવ ઝવેરસાગરજીનો પરિચય-વ્યક્તિત્વ વિશે માહિતી આપવા આત્મારામજી આદિના પત્રો છે અને તે ઉપરથી પત્ર અને ચરિત્રનો સંબંધ પણ સ્પષ્ટ થાય છે. પત્ર લેખન એ અંગ ગણાય છે અને તેમાં બે વ્યક્તિ
૧. વિહા૨માંથી તા. ૧૨-૨-૫૬
સદ્ગુણ સંપન્ન ભાઈ શ્રી, તમારો પત્ર ગઈકાલે મળ્યો. તમો સહુની સુખશાંતિના સમાચાર વાંચી સંતોષ.
તમોએ મારા પર વર્તમાન દેશકાળમાં ખાસ કરવાનાં આપણાં સાધર્મિક બંધુઓના કાર્ય અંગે મહત્ત્વની સૂચના કરી મને ઘણી જાગૃતિ આપી છે. જો કે આવા કાર્ય તરફ મારી ઉપેક્ષા તો હોય જ નહિ પણ જેટલી અપેક્ષાથી થવું જોઈએ તેટલું નથી થતું તે બરાબર છે. આ માટે તમોએ મને સાધર્મિક પ્રત્યેની તમારી હાર્દિક લાગણી જૈન શાસન પ્રત્યેની ભાવના અને મારા પ્રત્યેની સદ્ભાવના અંગે જે જે લખ્યું છે તેથી મને અસાધારણ આનંદ થયો છે. આવું હિંમતથી લખનાર કોણ છે ? મારા શિષ્ય તરીકે વિચારૂં તો મારે ગૌરવ લેવા જેવી બાબત છે ?
તમે ચોકીયાત જેવા છો. મને અનેક વખતે પ્રસંગે પ્રસંગે મહત્ત્વની પ્રે૨ણાઓ અને જાગૃતિ આપતા રહ્યા છો. તેમ આ વખતે પણ આપી. મારા માટે આનંદ અને ગૌરવ છે. હવેથી હું બરાબર ધ્યાન રાખીશ. તમો ગમે ત્યારે વિના સંકોચે જ્યાં જ્યાં ધ્યાન ખેંચવું જરૂરી હોય ત્યાં જરૂર ખેંચતા રહેજો આત્મીય ભાવે આપણે એક જ છીએ. સહવર્તી સાધુઓ શાતામાં હશે.
Jain Education International
શ્રી રાજસ્થાન જૈન શ્વે.
મૂ
૨૮૩
સંઘ, સિકન્દરાબાદ
For Private & Personal Use Only
www.jainelibrary.org