________________
જ યથાયોગ્ય વિચારો સ્પષ્ટ થાય અને વાચકને સમજી શકાય તે માટે શાસ્ત્રીય આધાર ગ્રંથોનો ઉલ્લેખ કરીને સમર્થન આપ્યું છે તે ઉપરથી પત્રલેખકની વિદ્વતા અને શાસ્ત્રજ્ઞાનનો ખ્યાલ આવે છે. આ સંદર્ભો સંસ્કૃતમાં છે તેમાં અનુવાદ પણ મૂકવામાં આવ્યો છે તો વળી માત્ર શ્લોક મૂક્યો છે તેનું કારણ એ કે મુનિભગવંતો અભ્યાસી હોવાથી શ્લોકનો અર્થ સમજી શકે છે જ્યારે તે સિવાયના વાચકોને ગુરૂ ગમ દ્વારા આ સંદર્ભો સમજવા પડે તેવા છે. જૈન પત્ર સાહિત્યમાં મુખ્યત્વે અધ્યાત્મક વિષયક છે તેમ છતાં આ. વલ્લભસૂરિ, આ. બુદ્ધિસાગરસૂરિ, આ. ભુવનભાનુસૂરિના પત્રો અધ્યાત્મ સિવાય સ્ત્રી-પુરૂષોને જીવન ઘડતર ને વિકાસમાં ઉપગોયી માહિતી પૂરી પાડે છે. આ. વલ્લભસૂરિના પત્રો સામાજિક ઉત્થાન - શિક્ષણ સંસ્થાઓ - ગુરૂકુળ - જિનમંદિર- જ્ઞાનભંડાર વગેરે વિષયોને લગતા છે એટલે પત્ર લેખક પર સમકાલીન પરિસ્થિતિનો પ્રભાવ પડ્યો છે. પત્ર સાહિત્યમાં જંબુવિજયજીના પ્રવાસના પત્રો “હિમાલયની પદયાત્રા” નામથી પુસ્તકરૂપે પ્રગટ થયા છે. તો વળી પૂ. સાધ્વીજી મ.સા.ના સાધના પ્રેરક પત્રો અને સમાધિ પ્રેરક પત્રોના વિષયો આત્માની શાંતિને સ્પર્શે છે. જેને પત્ર સાહિત્યનું વિષય વૈવિધ્ય દાર્શનિક વિચારધારાથી આરંભીને આત્માને પરમોચ્ચ શાંતિને સમાધિ પ્રદાન કરે અને માનવ જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જવામાં માર્ગદર્શન આપે તેવા વિષયોથી સમૃદ્ધ છે.
પત્ર સાહિત્યની વિચારસૃષ્ટિમાં વિહાર કરતાં પત્ર લેખકોનું વિશાળ જ્ઞાન, અનુભવ અને ચિંતનના પરિપાકરૂપે તેમાંથી
માનવજીવનનું ઉદ્દાત્ત ઘડતર કરવા માટેની સામગ્રી ઉપલબ્ધ થાય ' છે. જિનવાણી તો દુર્લભ છે તેને પત્રો દ્વારા સરળ બનાવી શાસ્ત્રજ્ઞાન :
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org