________________
૫. મને સંસારથી તારો !
સંસારથી પાર પામેલા આપને ઓળખ્યા. એથી હવે મને જરાય પણ સંસારમાં રહેવાનું મન થતું નથી, ઘડીવાર પણ નથી, કારમા સુખ અને અનંતા દુઃખથી ભરેલા સંસારમાં રહેવાનું સમજદા૨ને મન થાય નહિ.
અનાદિ કાળની મિથ્યા વાસનાના કારણે મને સંસાર મીઠો લાગતો હતો. જેમ સર્પનું ઝે૨ ચડેલા માણસને કડવો લીમડો મીઠો લાગે અને ઝેર ઊતરી ગયા પછી એ જ લીમડો કડવો લાગે, તેવી રીતે મોહ-મહાસર્પનું ઝે૨ જ્યાં સુધી મારા આત્મામાં વ્યાપેલું હતું, ત્યાં સુધી મને સંસાર બહુ ગમતો હતો.
જ
આપની કૃપાથી એ મિથ્યાત્વ મોહ મહાસર્પનું ઝેર ઊતરી ગયું. તેથી સંસાર ઉપર ભારે અરૂચિ જાગી. આપની પાસે આવવાની તીવ્ર તાલાવેલી લાગી છે. પરંતુ જેમ મિથ્યાત્વે મારો કેડો છોડ્યો, તેમ અવિરતિ, કષાય અને યોગ એ ત્રણે દુશ્મન મને છોડતા નથી. તે મને સંસારમાં બળાત્કારથી પકડી રાખે છે. તેથી હું આપની પાસે આવી શકતો નથી. એ બધા શત્રુઓને આપે દૂર કાઢ્યા છે. એથી આપને વિનંતી કરૂં છું કે આ બધા મને બહુ મૂંઝવે છે, માટે એમને દૂર કાઢી મૂકો, જેથી આપની પાસે આવી શકું. મને સંસારમાં રઝળતો રહેવા દેવો કે તારીને મોક્ષમાં લઈ જવો એ આપના હાથની વાત છે, બીજા કોઈનું કામ નથી.
આપ મારી આટલી વિનંતી સ્વીકારો. મને આંતરશત્રુઓથી બચાવીને આત્માનુભવનો આનંદ કરાવો. મારા કર્મમળ દૂર કરો, નિર્મળ નિજ સ્વભાવની રમણતાં કરતો થાઉં એમ કરો.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org