________________
ઢાલ તરફ ઢળે એમ મારી સર્વ ક૨ણી અત્યાર સુધી એ બાજુમાં જ વળેલી છે. બીજા કુળના માનવને ન મળે અને જૈન કુળમાં જ મળે એવો રત્નત્રયીનો શાસનરાગ સહિતનો અણમોલ વારસો પણ આ ભવમાં આવતાં જ લઈને આવેલો છું. પરંતુ એ વારસાને સાચવવા - વધારવા મેં કંઈ મહેનત કરી નથી. કદાચ થઈ હોય તો બહુ જ થોડી, અને તે પણ રસપૂર્વક નહિ.
લોકહે૨ી વડે શરમથી કે મિથ્યા સુખની આકાંક્ષાથી કરેલી ધર્મકરણીઓ સાચા વારસાને કેમ વિકસાવે ?
બીજા કોઈપણ સ્થળમાં ન મળે એવો ધર્મસંસ્કારનો વારસો સમજવા, જાળવવા અને વિકસાવવાનો પ્રયત્ન દિન-રાત કરતો રહું એવી બુદ્ધિ મને સર્વ અવસ્થામાં આપના પ્રભાવે મળતી રહે એ જ મારી ભક્તિપૂર્વક માંગણી છે. આપની સેવાનું કંઈ પણ ફળ હોય તો ભવભીરૂતા સહિત ધર્મસંસ્કાર સદા મારા ચિત્તમાં વસી રહે, વિધિ રાગ સહિત ધર્મક્રિયાઓમાં રક્ત રહું એ જ માંગણી કરૂં છું.
આથી બીજું શું માંગું ? અશરણ શરણ !
૨. આરાધક જીવ પરમાત્મા પાસે માંગણી કરે છે કે
હે તારકનાથ ! તમને મોક્ષના સુખમાં પૂર્ણ આનંદમય જોયા પછી મને ચા૨ ગતિમય સંસારમાં એક ક્ષણ પણ રહેવું ગમતું નથી. તરત જ આપની પાસે આવવાનું મન થાય છે.
પરંતુ આંતરશત્રુઓનો સમુદાય મને સંસારમાં રોકી રાખે છે. મારા ઉપર દયા કરીને એ કામક્રોધાદિ અત્યંતર શત્રુના સમૂહને દૂર કરો, જેથી મને મોક્ષમાં આવતો અટકાવે નહિ, અને તરત જ
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org