________________
નરદમ ખીર ખાવી એમાં ડહાપણ છે. અમદાવાદ. ૧૫-૩-૬૬
૫. જ્ઞાન-ધ્યાન એ જ મુખ્ય વ્યવસાય તારા તરફથી પત્ર મળ્યો. પત્ર વાંચી હવે તારી ચિત્તચંચળતા જાણી આશ્ચર્ય થયું. અહીંથી તો મન ઘણું ફોરૂં અને સ્પષ્ટ ચિત્રવાળું લઈને ગયેલ. પછી આ સ્થિતિ શા માટે ઊભી થવા દેવી? ખેર, નીચેના ખુલાસા વાંચી ચિત્ત સ્વચ્છ બનાવી દે છે. સૂત્ર-પાઠ અંગે કોઈ શંકાની જરૂર નથી કેમ કે અત્રે અમારી સાથે રહ્યા પછી, દુન્યવી ભાંજગડમાંથી નિવૃત્ત થવાથી ચિત્ત બહુ હળવું, ફોરૂં અને અવકાશવાળું બનવાથી એમાં સૂત્રાદિનો પ્રવેશ બહુ સરળ છે. વળી અત્રે બીજું કામ પણ શું છે? જ્ઞાન-ધ્યાન એ જ મુખ્ય વ્યવસાય છે. એટલે એનો ઉદ્યોગ કરતાં કરતાં સૂત્રપાઠમાં શી મુશ્કેલી હોય? માત્ર આવશ્યક ક્રિયાના જ નહિ, કિન્તુ તું આગળ આગળના સૂત્રો પણ કંઠસ્થ કરી શકશે, એવો વિશ્વાસ ધર. અમારા ઘણાના અનુભવ પછી આ તને ભલામણ છે. આમાંય મહામાર્ગ પ્રયાણ કરતાં પહેલાં પણ ૨-૪ માસ તું અમારી સાથે રહી શકશે. ગોખવાની ખાસ ટેકનિકો છે. એ તને બતાવ્યાથી એ રીતે કંઠસ્થ કરી લેતાં ચમત્કાર લાગશે.
તપ અંગે તો તને કહેલું છે કે, કોઈ બળાત્કાર નથી. મુખ્ય અહિંસા-સંયમ-તપ, જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. મુખ્ય આભ્યન્તર તપ, બાકી જીવનમાં અમુક અમુક ત્યાગ દા.ત. માસમાં મોટોભાગ મિષ્ટ ત્યાગ. રોજના માટે અમુક વિગઈત્યાગ. કેટલાક બિનજરૂરી દ્રવ્યોનો ત્યાગ, વગેરે પણ તપ જ છે. જે આત્મા પર મહાન સંસ્કરણ કરે છે, કર્મક્ષય કરે છે, તો એ જોઈ બીજા-ત્રીજા ભય ઊભા કરીશ ના.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૨૧૪)
૨૧૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org