________________
આ બધું વિચા૨ી એનું કામ કેમ સરળ અને શીઘ્ર થાય ? એ જોખમ તને સોંપ્યું. એ માટે એમને ત્યાં તું જતો આવતો રહેશે, તો એની બાને અવસરોચિત કહી શકાશે. દબાણ પણ કરી શકાશે. એટલે સ૨ળ સ્વભાવે જ તારે ત્યાં પૂછવાનું, કેમ ? શો વિચાર છે ? કેમ દીક્ષા માટે શું ધાર્યું છે ? પછી બધું કહી શકે. તા. ૨૧-૧૧-૬૪
૨. સુશિષ્ય – સુભક્તની ફરજ
આજે સવારે પૂજ્યપાદ ગુરૂદેવ મને કહેતા હતા કે, તને બોલાવી લે. એક અગત્યની વાત કરવી છે. જે તારા પિતાજીને પહોંચાડવાની છે. મેં એઓશ્રીને કહ્યું કે, પત્ર તો લખ્યો છે, પરંતુ એમના દાક્ષિણ્યવશ એ કદાચ મુંઝાતો હોય, ત્યારે એઓશ્રીએ કહ્યું કે, સમજે કે, ‘સંસાર બળાત્કારે છોડવવાની વસ્તુ જ નથી. બાકી વાત તદ્દન જુદી જ છે, ખાતરી રાખજે કે તારા અંગે આ વાત નથી.’
મને ઈશારો આપ્યો એ પરથી મને લાગે છે કે તું એઓશ્રીની વાત સાંભળીને ખુશીનો પોટલો જ થઈ જશે : અને તરત વળતી ગાડી પકડી તારા બાપુજીને વાત પહોંચાડવા દોડી જશે.
વાત અગત્યની છે. તેથી વહેલી તકે મળવાની જરૂર છે. પૂજ્યશ્રીની આ અવસ્થાએ એઓશ્રીની ઈચ્છાને માન આપવું, એ સુશિષ્ય અને સુભક્તની ફરજ ખરીને ?
કેટલાક પુસ્તકો ખરીદી મોકલવાના છે. લીસ્ટ મોકલું ? કે રૂબરૂ લઈ જશે ?
પૂજ્યપાદ આચાર્યદેવશ્રીની તબીયત પહેલાં કરતાં ઠીક, બાકી અશક્તિ બહુ. વચમાં ક્યારેક શ્વાસ પણ ચડી જાય. પ્રોસ્ટેટના દર્દ
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org