________________
આવું સમર્પણ બુદ્ધિ, ભણતર કે વિચારોથી નથી આવતું, પણ જ્ઞાની સદ્ગુરૂના શરણે જાતને આજ્ઞાપૂર્વક ગોઠવી તેમની અનુજ્ઞા પ્રમાણે શ્રી નવકારનો નિયત સમયે, નિયત સ્થાને, નિયત સંખ્યાથી જાપ બહોળી સંખ્યામાં કરવાથી મોહનાં આવરણો ખસવાથી આપોઆપ આવું અંતરનું સમર્પણ કેળવાઈ જાય છે. પૂર્વના મહાપુરૂષોએ આ રીતના સમર્પણથી જીવનશક્તિઓનું વિશિષ્ટ ઉત્થાન કર્યું છે.
મારા જીવનમાં પણ ૨૦૦૫માં તબિયતની શાતા પૂછવા આવેલ પૂ.પં. શ્રી ભદ્રંકર વિ. મ.ના સામાન્ય ટકોરૂપ ઈશારાથી જાપ શરૂ થયો - નાગપુરના મોહનભાઈના નિમિત્તથી ઊંડાણમાં જવાનો પ્રસંગ આવ્યો. પણ પૂ. પં. શ્રી ગુરૂદેવના ટકોરાથી બહુ વ્યવસ્થિત નહીં પણ એક ધારો જાપ પાંચ વર્ષ ચાલ્યો. તેના પરિણામે પ્રાપ્ત થયેલ નિર્મળ દષ્ટિથી અંતરમાં ઉકળાટ ઘણો થયો કે શ્રાવક આટલો ઊંડો ઊતરે. અને હું માત્ર મીઠાઈ બનાવનાર કંદોઈની માફક માત્ર શબ્દ પંડિતાઈ કરું! એ કેમ ચાલે! અને પછી ૪ મહિના ઊંડો ઊતર્યો, ત્યાં તો અથાગ રત્નરાશિ ઝવેરાતના ઢગલે ઢગલા જોયા અને પછી નિયત સમય, નિયત સ્થાન, નિયત સંખ્યાથી જાપમાં એવો લાગી ગયો કે બીજા ૪-૫ વર્ષમાં તો મારું જીવન નવકારમય અને અનંત આનંદના દરિયામાં ડૂબકી મારતો થઈ ગયો. પછી દેવગુરૂકૃપાએ ઉત્તરોત્તર આરાધનાના માર્ગે વધતો ગયો. અંતરનું સમર્પણ સં. ૨૦૧૧ માગશર વદ ૧૧ હસ્તિનાપુર (દિલ્હી) તીર્થે પ્રગટ થયું.
તે વખતે ૪ મહિનામાં સમય, સ્થાન, સંખ્યાના નિયત ભાવ સાથે ૧૦ થી ૧૨ લાખ નવકાર ગણ્યા. પરિણામે અંતરનું સમર્પણ જ કેળવાયું. તમારે પણ સમર્પણ સાથે જાપનું બળ વધારવું ખાસ જરૂરી છે
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૯૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org