________________
- સંપત્તિનો રસિક આસ્વાદ થાય છે. દેવચંદ્રજી, અને આ. બુદ્ધિસાગરસૂરિ અને કવિ મનસુખલાલનાં પત્રો શુદ્ધ અધ્યાત્મ રસથી છલકાતાં છે અને તે સર્વજન સુલભ બને તે માટે બુદ્ધિને કસવી પડે. ગુરુ ગમ વિના તેના હાર્દને પામી શકાય નહિ. આ પત્રો તત્ત્વજ્ઞાનના ચિંતનના ભારથી ઉભરાતા હોવાથી જ્ઞાન રસિકવર્ગને માટે અપૂર્વ નિજાનંદ માણવા પ્રેરક બને છે. સાહિત્યની દૃષ્ટિએ પત્ર સ્વરૂપ અંગે કોઈ ચોક્કસ લક્ષણો બંધાયા નથી તેમ છતાં પત્ર નામની સંજ્ઞામાં સંક્ષિપ્તા અને મુદ્દાસર લખાણ હોય તેવી અપેક્ષા હોય છે. આ બુદ્ધિસાગરસૂરિના પત્રો સંક્ષિપ્ત અને મુદ્દાસર હોવાની સાથે લઘુ લેખ જેવા વિસ્તૃત મોટી સંખ્યામાં છે તેને દોષ રૂપ ગણીએ પણ કવિની વિશ્લેષણાત્મક શૈલી હોવાથી તેઓ આ વિસ્તારથી બચી શક્યા નથી જાણે અજાણે વિસ્તાર થઈ જાય છે. સાંપ્રદાયિક સાહિત્યમાં ઉપદેશ તો હોય જ એ ન્યાયે આ પત્રોમાં ઉપદેશ રહેલો છે તે સ્પષ્ટ કરવા પણ વિસ્તાર જરૂરી બને છે એમના પત્રોના ત્રણ ભાગ છે. જેનું નામ પત્ર સદુપદેશ હોવાથી પત્ર દ્વારા ઉપદેશની વૃત્તિ સ્પષ્ટ રીતે વ્યક્ત થઈ છે. પૂ. ભદ્રંકર વિજયજીના પત્રોમાં અર્થઘટન (શાસ્ત્રીય), સ્પષ્ટીકરણ, માહિતી અને શંકા-સમાધાન હોવાથી to the point ચોક્કસ હેતુને સિદ્ધ કરવા માટે લખાયા છે.
જૈન પત્ર સાહિત્યની વિરાટ સૃષ્ટિમાં એકવાર પ્રવેશ કર્યા પછી તેમાંથી બહાર નીકળવું કઠિન છે. આ પુસ્તકમાં વિવિધ લેખકોના પ્રગટ થયેલા બધા જ પત્રોનો સમાવેશ કરવામાં આવ્યો નથી પણ પ્રત્યેક લેખકના પુસ્તકમાં આમ જનતાને ધાર્મિક વિષયમાં
માર્ગદર્શન મળે એવા શુભ હેતુથી કેટલાક પત્રો પ્રગટ કરવામાં પર આવ્યા છે. આ પત્રોનો અભ્યાસ પૂર્ણ ભૂમિકારૂપે એટલે કે મૂળ પત્ર
૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org