________________
કલુષિત કરે, એટલે ગાડી સ્ટાર્ટ થાય, ભડભડાય થાય પણ ગીયર ન બદલાય તો ગાડી પોતાની જગ્યા ન છોડે તેમ આપણા જીવનમાં બહારથી કદાચ ધર્મક્રિયાનો વ્યાપ વધેલો લાગે, પણ રાગ-દ્વેષ, વિષય - કષાયોની ભૂમિકાથી આપણી જીવનશક્તિઓ આગળ ન વધી શકે. માટે શ્રી નવકારને વૃત્તિઓનાં ઊંડાણ સુધી પહોંચાડવા વર્ણયોગની પદ્ધતિએ જાપ બહોળા પ્રમાણમાં કરવો જોઈએ.
વર્ણયોગ એટલે નિયત સ્થાને, નિયત સમયે, નિયત સંખ્યાથી શ્રી નવકારના ચાર્ટને દૃષ્ટિથી વાંચવાના પ્રયત્ન પછી અંતરચક્ષુથી શ્રી નવકારના અક્ષરોને વાંચી રહ્યા હોઈએ તેવો સતત જાપ ચાલુ રહેવો જોઈએ. તે સાથે જેમ બને તેમ જાપની સંખ્યાનું પ્રમાણ વધારતાં રહેવું જોઈએ. પ્રથમ તો શ્રી નવકારના અક્ષર પ્રમાણ જાપ થઈ જાય ત્યારે ૬૮ લાખના જાપ સુધી પાકી, મજબૂત ભૂમિકા – ફાઉન્ડેશન બંધાય, પછી કરાતો જાપ ઉપરના ચણતરરૂપ ગણાય. ગૃહસ્થો માટે શ્રી નવકારના જાપ સાથે (૧) અભક્ષ્યત્યાગ, (૨) કઠોર ભાષાત્યાગ, (૩) માર્મિક ટોણાંનો ત્યાગ, (૪) પરનિંદાનો ત્યાગ, આ ૪ ચીજના પાલન સાથે જિનપૂજા, જિનવાણી (સ્વાધ્યાય) (આધુનિક કોઈ ગ્રંથો - ચોપડીઓ ન વાંચવી) અને બ્રહ્મચર્ય - પાલન સાથે રોજની ૩ સવારે ૨ સાંજે એમ પાંચ બાંધી માળા નિયમિત છ મહિના ગણવાથી આરાધનાનો પ્રકાશ જીવનમાં ફેલાય છે. (પા. ૨૨૧) ૨. જૈન ઉપાશ્રય, વાસણા. ૨૩-૧૧-૮૩
વિ. શ્રી નવકારની આરાધનાથી અંતરંગ વૃત્તિઓનો સંસ્કાએરિત ઉછાળો ઘટવા પામે છે કેમ કે સંસ્કારોની સક્રિયતા પર કાપ મૂકવો તે ખરેખર આરાધનાનું હાર્દ છે. આરાધક પુણ્યાત્માએ જપ સાથે અંતરને ભક્તિયોગથી પરમશક્તિના કેન્દ્રસમા શ્રીનવકારસી મક શ્રી જૈન . મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ની
(૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org