SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ - * માર્ગદર્શક સિદ્ધાંતોનું નિરૂપણ થયું છે. Science is based on experiments while religion is based on totally faith, when science fails the religion starts faith is the extra ordinary weapon which starts working from within and such experience is divine light of lord. hence it is a sign of spritual progress. પૂ. શ્રીના મહામંત્ર અંગેના વિચારો પૃથ્થકરણ શૈલીમાં પ્રગટ થયા છે. ભાષા સરળ અને સુગ્રાહ્ય છે. મંત્ર શિરોમણિ નવકાર વિશે આટલું વૈવિધ્યપૂર્ણ ચિંતન અને રજૂઆત અન્ય ગ્રંથોમાંની સરખામણીમાં અહીં ઉચ્ચ કોટીની છે. નવકાર વિશે ગુજરાતી ભાષામાં આ પત્ર માળાના વિચારો સર્વજન સુલભ બન્યા છે. સાધુ સંતો મહાત્માઓ મંત્રના સાધના કરે તે તો સ્વાભાવિક છે પણ શ્રાવક-શ્રાવિકાઓ ભૌતિક સુખની અપેક્ષાએ અને અતિઅલ્પ અંશે પારલૌકિક શાશ્વત સુખ માટે મંત્ર સાધના કરે છે તેનું શાસ્ત્રીયજ્ઞાન આ પત્રમાળામાંથી મળે છે. સંતોની સાધના ભવોભવની સાધના મળે તેવી અપેક્ષાથી સિદ્ધાવસ્થાની અંતિમ ઈચ્છા પૂર્ણ થાય તે માટે હોય છે જ્યારે અન્યવર્ગના લોકો સત્યજ્ઞાન પામે તો એમની દૃષ્ટિ બદલાતાં મંત્ર સાધના આત્માના વિકાસ માટે છે એમ જાણીને પ્રવૃત્તિ કરે છે. આ પત્રમાં શીર્ષક રચના નથી પણ તેના આરંભમાં જ વિષયનો ઉલ્લેખ થયેલો હોવાથી પત્રગત વિચારો સહજ સાધ્ય બને છે. નમસ્કાર મહામંત્રના બીજા સુપ્રસિદ્ધ આરાધક સ્વ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યનું નામ સૌના હોઠે રમતું હોય છે. પૂ. શ્રીએ મહામંત્રના જાપ-સાધના અને નવકારના અર્થ વિશે મનનીય - વિચારો પ્રગટ કર્યા છે તે એમનાં પત્ર સાહિત્યનાં ૧૦ પુસ્તકોમાંથી શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ ૧૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy