________________
આ પત્રોની સૃષ્ટિ પણ જૈન પત્ર સાહિત્ય સમાન વિશાળ અને અધ્યયન કરવા યોગ્ય છે. તેમાં સાહિત્ય કલા, રાજકારણ, સમાજ, ધર્મ અને યોગ વિશેના વિચારોનું નિરૂપણ થયું છે. તે પત્ર શૈલીથી વધુ ભાવવાહી, અસરકારક અને આકર્ષક છે. પત્રો વિવિધ પ્રકારના હોય છે આધ્યાત્મિક, ધાર્મિક, કૌટુંબિક, અંગત, પ્રેમપત્રો, ખુલ્લાપત્રો, જાહેર, સરકારી, દસ્તાવેજી, ઐતિહાસિક, ગુપ્તપત્રો વગેરે છે.
અધ્યાત્મ વિષયક પત્રો આત્માના સ્વરૂપને કેન્દ્રમાં રાખીને લખાયેલા હોય છે જ્યારે ધાર્મિક પત્રો ધર્મના સિદ્ધાંતો અને વિચારધારાનું પ્રતિપાદન કરે છે. પ્રેમપત્રો અંગત ખાનગી હોવા છતાં તેના પ્રત્યેનું અનેરું આકર્ષણ રહે છે. મિલન અને વિરહના વિચારોનો વિનિમય આવા પત્રો દ્વારા થતો હોય છે. સરકારી પત્રો એક રીતે વિચારતાં દસ્તાવેજી અને ઐતિહાસિક છે. તેમાં રાજકીય નિર્ણયો, સમસ્યાઓનો ઉકેલ - સમાધાન - વાટાઘાટો વગેરેની મહત્ત્વની વિગતો પ્રાપ્ત થાય છે. વાણિજ્ય વિષયક પત્રોનું ક્ષેત્ર પણ વિશાળ છે. તેમાં વેપાર-ધંધા સંબંધી વ્યવહારની વિગતો મળે છે જે વેપાર વિકાસનું અંગ ગણાય છે. રાજ્ય વહીવટમાં માર્ગદર્શક બને છે. સંતોના પત્રો આદર્શ જીવન જીવવાની જડીબુટ્ટી સમાન છે. સ્વયં અનુભવ સિદ્ધ વાણીથી ભક્તોના ઉદ્ધારની ભાવનાથી લખાયેલા પત્રો એ ભારતીય સંસ્કૃતિના ધાર્મિક અને નૈતિક મૂલ્યોનું રક્ષણ અને સંવર્ધન કરવામાં મૂલ્યવાન પ્રદાન કરે છે.
ગદ્યના એક વિશિષ્ટ પ્રકાર તરીકે પત્રો વિશેની ઉપરોક્ત છે માહિતીની ભૂમિકા જૈન પત્ર સાહિત્યને સમજવા માટે ઉપયોગી જ બને છે. ધર્મની આરાધના દાન-શીલ-તપ અને ભાવનાથી થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org