________________
જે ગુણો નૈસર્ગિક રીતે આપણને પ્રાપ્ત થયેલા હોય છે તે ઉપરાંત બીજા ઘણાં ગુણો હજા પ્રાપ્ત કરવાના બાકી હોય છે તેને આ એકદમ ગ્રહણ કરી લેવા માટે સદા ઉત્સુક રહેવું જોઈએ. સમ્યગદર્શનાદિ મહાન ગુણો આપણને પ્રાપ્ત થઈ ગયા છે એવું મિથ્યાભિમાન કદી રાખવું જોઈએ નહિ. પણ આપણી જાત નિર્ગુણી અને સર્વથા નિર્ગુણી છે એમ જ માનવું જોઈએ. જે ગુણો છે તે માત્ર ગુણાભાસ છે એમ સમજવું જોઈએ.
સાચા અને પારમાર્થિક ગુણો તો અરિહંતનું શાસન પૂરેપુરું સમજાયા બાદ જ આવે છે એ શાસનને શુદ્ધ રીતિએ સમજવા સદા ઉદ્યમવંત રહેવું જોઈએ અને આપણા જીવન દ્વારા અનેક આત્માઓ ધર્મની અભિમુખ થાય તે રીતે ઔચિત્યથી ભરપૂર જીવન ગાળવું જોઈએ.
અરિહંતનું શાસન પિછાનવા માટે ઉતાવળાપણું કે ન્હાવરાપણું છોડી દેવું જોઈએ અને ધીર અને ગંભીર બનવું જોઈએ. એ જ સંદેશ.
આધ્યાત્મિક પત્રમાળા આ પુસ્તકના પત્રો પૂ. સાધુ ભગવંતો અને શ્રાવકને ઉદ્દેશીને લખાયા છે તેનો સંચય થયો છે. આવા પત્રોનો સ્વ-પરના કલ્યાણ નિમિત્તે લખાયા છે. પ.પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજીની નિશ્રામાં રહેનારા તથા સત્સંગ કરનારાઓને તો એમની પાસેથી અધ્યાત્મજ્ઞાનામૃતપાન કર્યું છે પણ પત્રો દ્વારા અમૃતસમવાણીનો આસ્વાદ કરાવવાની શક્તિવાળા આ આધ્યાત્મિક પત્રો બહુજન છે સમાજને ઉપયોગી છે."
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૧૫૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org