________________
-
-
- -
-
ઉન્મની ભાવ એટલે મનની સંકલ્પ-વિકલ્પ રહિત અવસ્થા જ તેનો ઉપાય ભાવશુદ્ધિ છે અને ભાવશુદ્ધિનો ઉપાય આજ્ઞા-પાર તંત્ર્ય છે તે વિના ભાવશુદ્ધિના વિરોધી ઉત્કટ રાગદ્વેષ શમતા નથી. ભાવશુદ્ધિ અષ્ટકમાં આ વાત વિસ્તારથી કહી છે.
ગોચરી સમયે ધર્મોપદેશ નહિ આપવા માટે મુનિએ ખાસ કાળજી રાખવી. એ પ્રવૃત્તિ શાસ્ત્ર બાધિત છે અને પરંપરાએ અનેક અનર્થોને જન્મ આપનારી છે. માટે તે સંબંધી આગ્રહ રાખવો વ્યાજબી નથી.
એ જ અત્રે શ્રીદેવ-ગુરૂ કૃપાએ કુશળ છે. બધા મુનિઓ વતી વિંદનાદિ વાંચશો. (પા. ૩૩)
૩૪
આધ્યાત્મિક માર્ગ સુદી ૬-૭
અનુવંદનાદિ. નૂતન વર્ષના પ્રારંભમાં લખાયેલ ભાવવાહિ પત્ર મળ્યો. જેવી પ્રગતિ જોઈએ તેવી જ થઈ રહેલી જાણી સંતોષ અનુભવ્યો.
ભાવિ સ્વ. પરના પરમશ્રેય માટે કેળવવાલાયક ખાસ ખાસ ગુણોની આછી રૂપરેખા નીચે મુજબ આપી શકાય. સાધારણ અને નાના જણાતા સગુણોની પણ ઉપેક્ષા ભવિષ્યમાં વાસ્તવિક ઉન્નતિના માર્ગમાં વિષ્ણભૂત બન્યા વિના ન રહે તેથી નાનામાં નાની બાબતમાં
પણ સુધરવા માટે તૈયાર રહેવું એ અનિવાર્ય ફરજ અને કર્તવ્ય છે. છે. તે વિના આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિની શક્યતા જ નથી.
-
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org