________________
ધર્મ એ સામાયિક ધર્મ છે. તે સામાયિક પછી શ્રુતસામાયિક હો,‘ સમ્યક્ત્વ સામાયિક હો કે સર્વવિરતિ સામાયિક હો પણ ત્રણેનું ધ્યેય સમત્વની જ સાધના અને સમત્વની જ સિદ્ધિ છે. તે વિના મોહક્ષય અને કૈવલ્યની પ્રાપ્તિ અશક્ય છે. જીવો પ્રત્યે સમત્વ અહિંસારૂપ છે અને પુદ્ગલ પ્રત્યે સમત્વ સંયમ અને તપ સ્વરૂપ છે. અહિંસા, સંયમ અને તપસ્વરૂપ ધર્મમંગળમય મનાયો છે અને તેને વિશે જેનું મન રમે છે તે દેવોને પણ પૂજનીય છે એ શાસ્ત્રવચન સમત્વ ધર્મની અચિત્ત્વ શક્તિ અને પૂજ્યતાને સૂચવે છે.
અખંડ આનંદ સમત્વ વિષયક અને ડૉ. સંપૂર્ણાનંદનો ધર્મ વિષયક લેખ જોયા. ઘણાં સુંદ૨ છે. આ વિષયનું ચિંતન-મનન વધતું જાય છે એ શુભ ચિન્હ છે.
ઋષભદાસજી દીવાળી ઉપર અહીં આવવાના હતા પણ મદ્રાસ બાજુ રેલ્વેના તોફાનોના કા૨ણે રોકાઈ ગયા છે. તેમના આવેલા છેલ્લા બે-ત્રણ પત્રો જોવા યોગ્ય હોવાથી મોકલ્યા છે. વાંચીને પાછા મોકલશો.
ગાયત્રી મંત્ર રાત્રીએ જપવાનો નિષેધ છે. સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં જ ગણી શકાય એવો કોઈ નિયમ છે કે કેમ ? તે તપાસ કરીને જણાવશો. જૈનાચાર્યોએ ગાયત્રીમંત્ર ઉપર જૈન શૈલીએ ટીપ્પણો કર્યા છે અને તેમાં આવો કોઈ વિધિ-નિષેધ કર્યો નથી, તેથી પૂછાવ્યું છે.
ગાયત્રી મંત્રની અર્થભાવના નમસ્કાર મંત્રની જેમ પ્રથમ પરમેષ્ઠિની સ્તુતિરૂપે કરેલી છે. સકલાર્હતમાં વેદગાયત્રી અને તંત્ર ગાયત્રીનો સંગ્રહ કરીને અરિહંતોની સ્તુતિ કરી છે અને મૂ મૂવ
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org