________________
પ્રે૨ક પત્ર પરિમલના અંતે સુશ્રાવક ચીમનભાઈએ પૂ. ગુરૂદેવને લખેલા ૭ પત્રોનો સંચય થયો છે તે ઉપરથી ગુરૂભક્તિનો પરિચય થાય છે.
૭
૧. નમો અરિહંતાણં
સુશ્રાવક ચીમનભાઈ જોગ ધર્મલાભ.
આજ રોજ બુક-પોસ્ટથી ગાયત્રીની પુસ્તિકા મળી છે. તેમાં ગાયત્રીના પદોને સમજાવવા માટે પ્રયાસ કર્યો છે.
નમો અરિહંતાણં આદિ પદોને વ્યાપક દૃષ્ટિએ સમજાવવા આપણે ત્યાં પણ પ્રયાસ થવો જોઈએ. શ્રી મહાનિશીથમાં કહ્યા મુજબ નવકારના પ્રથમ પદના ૭ અક્ષરો અને ત્રણ પદો નો, अरिहं + તામાં નો મહિમા ઘણો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને યોગશાસ્ત્ર મુજબ ધ્યાતા ધ્યેય ધ્યાનાદિનો સંગ્રહ પ્રથમ પદના આ ત્રણ શબ્દોમાં થયેલો છે. એવી અર્થભાવ પૂર્વક જાપ સ્મરણાદિ થાય તો મંત્ર ચૈતન્યનો અનુભવ અવશ્ય થાય. ચાર વાણી અને મંત્ર ચૈન્નય ઉપર આજે ઘણું સાહિત્ય પ્રકાશિત થાય છે.
શબ્દબ્રહ્મને પરબ્રહ્મની સાથે રહેલો સંબંધ સ્પષ્ટ કરનારૂં સાહિત્ય મળે તો તેની જરૂર છે. શબ્દ બ્રહ્મમાં નિષ્ણાંત પુરૂષને પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એમ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ વ્યાકરણમાં પણ કહ્યું છે તે શ્લોક નીચે મુજબ છે :
ब्रह्मणि वेक्तिव्ये अपरं च तथा परं । शब्दब्रह्मणि निष्णांतः परं ब्रह्माधिगच्छति ॥
જ્ઞાનસાર અનુભવાષ્ટકમાં કહ્યું છે કે -
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org