________________
૬-૩૮નો ૩-૭-૩૮ના રોજ મળ્યો. સમાચાર જાણ્યા. તમો ‘આર્હત્ આગમોનું અવલોકન'' છપાવો છો એ ખુશીની વાત છે. તમોએ જે દૃષ્ટિથી અવલોકન કર્યુ હશે તે ઠીક જ હશે પણ અમારી માન્યતાનુસાર જો એમાં શ્રી સાગ૨ાનંદસૂરિ, શ્રી વિજયનેમિસૂરિ આદિ આચાર્ય મહારાજની સંમતિ લેવામાં આવે તો આશા છે તમારી મહેનત અવશ્ય સફળ થશે. પછી તો તમારી ઈચ્છા.
શતાબ્દી ફંડમાંથી સંભવ છે કે ઉદ્યમ કરો અને પુસ્તક ત્યાંની સમિતિને બતાવો અને એઓ પસંદ ક૨શે તો જરૂર થોડી ઘણી મદદ આપશે. દિ એ બાબતમાં જો અમારી સલાહ માંગશે તો અમો જરૂર યોગ્ય સલાહ આપીશું. પણ પુસ્તક ચર્ચાત્મક ન હોવું જોઈએ. અત્રે સ્વર્ગવાસી ગુરૂદેવ જૈનચાર્ય ૧૦૦૮ શ્રીમદ્વિજયાનંદ સૂરિશ્વરજીના નામથી ‘શ્રી આત્માનંદ જૈન કૉલેજ’'નું ઉદ્ઘાટન અમદાવાદ નિવાસી શેઠ કસ્તુરભાઈ લાલભાઈના શુભ હસ્તે ૨૦૬-૩૮ના રોજ થયેલ છે જે સમાચાર પેપરો દ્વારા તમોએ જાણ્યા હશે. યદિ કૉલેજને લાયક જૈન સાહિત્યનું પુસ્તક અંગ્રેજીમાં તમો તૈયા૨ ક૨ો અને યુનિવર્સીટી પાસ કરે તો ઘણું જ ઉત્તમ બને. એવા ગ્રંથની ખાસ જરૂરત છે. અને અમારૂં ધા૨વું છે કે જો તમો ધ્યાનમાં લેશો તો જરૂર એવું પુસ્તક તૈયાર કરી શકશો. કારણ કે તમને જૈન ધર્મની શૈલી અને જૈન સાહિત્યનો સારો અનુભવ છે. આપણા જ્ઞાનનો ફેલાવો, ગુરૂભક્તિ, આપણી પ્રસિદ્ધિ અને સાથે અર્થની પ્રાપ્તિસ્વાર્થ અને પરમાર્થ બંને સધાય તેમ છે. વળી તમોએ તમારા પત્રમાં એ ઈચ્છા પણ જણાવી છે. જો ઉપર લખેલ કાર્ય કરવા હિમ્મત ધરાવો અને તૈયાર કરો તો કેટલો ખર્ચ થવાની વકી છે તે જણાવશો. તૈયા૨ થયેથી એનું પ્રકાશનનું કામ તો કૉલેજ તરફથી થઈ જશે.
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
Jain Education International
૧૧૨
For Private & Personal Use Only
www.jainelibrary.org