________________
પ્રાગટ્યની પદ્ધતિ, જેને પત્ર લખતા હોય તેની ભૂમિકાને અનુસરીને થતી હોય છે. આથી આ પત્રોના ગહન જ્ઞાની કે મોક્ષમાર્ગની મહાયાત્રાના પ્રવાસી પોતાના આંતર અનુભવો અને પોતાના વૈચારિક જગતને સામી વ્યક્તિને લક્ષમાં રાખીને અને સરળ રીતે સમજાય તે રીતે આલેખે છે. આ પત્રોનું કેટલું બધું વૈવિધ્ય છે. ક્યાંક સામાજિક પ્રથાઓ પર સંતોના વિચાર મળે છે તો ક્યાંક હિમાલયની યાત્રાની કથા છે, તો વળી ક્યાંક તત્ત્વજ્ઞાનની ગૂઢ બાબતની ગવેષણા છે.
આ પત્રોમાં સાહિત્યની સામગ્રી છે, પણ વિશેષે તો અધ્યાત્મનો આલેખ છે. એમાં સામી વ્યક્તિએ પ્રગટ કરેલા સંશયોના ઉત્તર છે તો જીવનપથને દર્શાવતી શબ્દકેડી છે. એમાં સામાજિક સમસ્યાના ઉકેલની સાથોસાથ અધ્યાત્મની આંટીઘૂંટીનો ઉકેલ પણ મળે છે. સૌથી વિશેષ તો અહીં જેઓના પત્રો સંગ્રહાયા છે એમના ગહન જ્ઞાન, વિરલ અનુભવ અને વિશિષ્ટ ચિંતનનો સ્પર્શ થાય છે. પોતે વાંચેલા શાસ્ત્રોનું નવનીત આમાં આલેખાય છે. આ પત્રો ભલે કોઈને કોઈ સંપ્રદાયની વિભૂતિએ લખ્યા હોય, પરંતુ એ પત્રના આલેખન પાછળ સર્વકલ્યાણની વિશાળ દષ્ટિ રહેલી છે. ડૉ. કવિન શાહનું આ કાર્ય એ માટે મૂલ્યવાન બની રહેશે કે એમણે અનેક વ્યક્તિ અને વિભૂતિના પત્રોનો સંગ્રહ કરીને એમનું હૃદયગત આપણને આપ્યું અને એમાંથી ભાવકને ઉચ્ચ આધ્યાત્મિકતાનો માર્ગદર્શક આલેખ મળી રહે છે.
તા. ૧૭-૮-૨૦૦૭ અમદાવાદ
- કુમારપાળ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org