________________
પદ્માથી તેમની આ અનન્ય સેવાના સંબંધમાં, અનેરે પ્રકાશ પડી શકે છે. એ પત્રા તેમના એક ચિરસ્થાયી અને મૌલિક યશઃ પુજ રૂપ છે. એથી જળહળતી જ્યેાતિરૂપ તેમનાં ધન્યજીવનને અનન્ય સાક્ષાત્કાર થઇ શકે છે. તેમનાં વિવિધ મહત્ત્વયુકત દૃષ્ટિબિન્દુઓને વિશિષ્ટપણે આવિષ્કાર પણ થાય છે.
આચાર્યશ્રીનુ જીવન આવું અદ્ભુત અને યશસ્વી હતુ. આથી તેમના પરિચયમાં આવનાર સૌ કેઇએ એ મહાત્મા અને તેમના પરમ પવિત્ર અને લેાકેાપકારી જીવનની મુકત કંઠે પ્રશંસા કરી છે તે સથા વાસ્તવિક જ છે.
આજે પણ એ મહાત્માના પવિત્ર જીવનની સુમનગુચ્છ જેવી સુમધુર સુવાસ સત્ર મધમધે છે. આવા એક જગન્માન્ય મહાપુરૂષે જગતની જે જે અનુપમ સેવા કરી છે તે તે સેવાએ કાઈને કાઇ સ્વરૂપમાં જનતા સમક્ષ વ્યક્ત કરવી એ તેમના પૂજક સ કાઈનું પરમ અને પ્રધાન કર્તવ્ય છે.
આચાર્યશ્રીએ પેાતાનાં વિશાલ પત્ર–સાહિત્યથી જૈનધર્મ ની શાશ્વતા અને સર્વાશ્રેષ્ઠતાનું જગતને પ્રજ્ઞાન કરાવ્યુ` છે. આચાર્યશ્રીના પત્રો દ્વારા થયેલ ધર્મપ્રચારથી જગતના ચોકમાં જૈનધર્મીનુ દૃઢ મંડન થયું છે. જૈનદનની પ્રાચીનતા, વૈજ્ઞાનિકતા, સ્વતંત્રતા અને સક્રિયતાને જિજ્ઞાસુઓને સાક્ષાત્કાર થયા છે. જૈનધર્મના વિશુદ્ધ સ્વરૂપે અને નિરાબાધ સત્યાને દુનીયાને પરિચય થયેા છે. સત્યધર્મ અને સત્યજ્ઞાનનાં પમ રહસ્યાથી સુવિદિત થઇ, હજારા વિદ્વાને મંત્રમુગ્ધ અન્યા છે. પરમ પવિત્ર જૈનધર્માંનાં ત્રિકાલાબાધિત, અભેદ્ય, અકાઢ્ય અને અગમ્ય તત્ત્વાનાં અત્યંત આશ્ચર્યકારી પ્રતિપાદનથી નિરતિય સુખદાયી જૈનધર્મના સંદેશ અનેક જૈનેતર ક્ષેત્રમાં પ્રસર્યાં છે, ‘અદિલા મો ધર્મ એ પરમત્રનેા સ્વીકાર કરી, હાર ” જીવાત્મા અહિંસાને પવિત્ર પથે પડ્યા છે. સ્યાદ્વાદની અદ્રિતીય, પ્રતિપત્તિથી, જૈનધર્મ વિષયક અનેક ભ્રમણાનું નિરસન થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org