________________
( ૨૯ ). બન્ધનવશાત્, આ પત્ર કંઈક અનાવશ્યક રીતે લખાય છે એ હું જાણું છું. આપણું મૈત્રી–અધન જનતાનાં કલ્યાણ નિમિત્ત, ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એમ હું માનું છું, આથી એ મિત્રીનાં ચિહ્નરૂપે આપે રચેલ કે સંપાદિત કરેલ સર્વ પુસ્તકો, પુસ્તિકાઓ, માસિક, નિબંધ, વિશ્વકેષના લેખ વિગેરે મારા ઉપર મોકલી આપવા માટે, હું આપને સૂચન કરું છું. આપે રચેલ કે સંપાદિત કરેલ પુસ્તક ઇંગ્લીશ, કેન્ચ, જર્મન કે યુરોપની કોઈ બીજી જાણીતી ભાષામાં હશે તે ચાલી શકશે. અમારી પાઠશાળા ઈંગ્લીશ, ફ્રેન્ચ વિગેરે ભાષાઓનાં પુસ્તકો વિગેરે ઉપગ હાલ કરી શકે તેમ છે. જે પુસ્તકો વિગેરે આપની પાસે જ હોય અને જે કંઈ પણ અડચણ વિના આપ મેકલી શકે તેમ હોય તે પુસ્તકો તુરતાતુરત બહારબહારજ મોકલવાનો પ્રબંધ કરશોજી.
જે પુસ્તકે આપની પાસે ન હોય તે પુસ્તકે વધારે કિંમત ન આપવી પડે એ રીતે, કયે કયે સ્થળેથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે તે જણાવશોજી. મારે આપનાં પુસ્તકે જોઈએ છે. તમારાં પુસ્તક વિના પાઠશાળાને મારે રાખવી નથી. આથી પુસ્તકની કિંમતને બહુ વિચાર કરવાને નથી રહેતું. પાઠશાળા પુસ્તકનું જે મૂલ્ય હશે તે જરૂર આપશે. આમ છતાં, પુસ્તકોને અનુલક્ષીને, મિત વ્યયનું ધ્યેય પણ સચવાનું જોઈએ એ કહેવું ખાસ જરૂરી છે. આથી જ મેં ‘વધારે કિંમત ન આપવી પડે એ શબ્દો વાપર્યા છે.
હું એક જૈન સાધુ છું. આથી પુસ્તકોના મૂલ્ય કે દ્રવ્યના વિષયમાં મારી ઉપેક્ષા જ હોય. મારે તે પુસ્તકની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org