________________
(૧૦) રહી શકયું નહિ–તે તે ધર્મ અને તત્ત્વજ્ઞાનને હિન્દીમાંથી સર્વથા લેપ છે એ અત્રે જણાવવાની ખાસ આવશ્યક્તા છે. જેના ધર્મના સિદ્ધાન્તોની ઉપેક્ષાને કારણે, હિન્દમાં બૌદ્ધધર્મનું અધપતન થયું. બુદ્ધ અને જૈન ધર્મના સિદ્ધાન્તોમાં, પરસ્પર સમાનતાને બદલે વૈષમ્યજ રહેલ છે. આથી આ બને ધર્મના સિદ્ધાન્તો સમાન હોવાને કેટલાક યુરોપીયન વિદ્વાનોને મત સત્યથી પર છે એમ કહ્યા વિના છૂટકો જ નથી.
વિષયાસક્ત અને અલ્પ સંસ્કારી મનુષ્યએ વેદોની રચના કરી છે. આથી વૈદિક સિદ્ધાન્ત સામાન્ય રીતે પરસ્પર અસંગત જણાય છે. વેદમાં જૈન ધર્મના સિદ્ધાન્તોની સંપૂર્ણ ઉપેક્ષા ન કરતાં, એ સિદ્ધાન્તોને કૃત્રિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. વૈદિક સિદ્ધાન્તોમાં મનુષ્યની સહનશક્તિની ઉગ્ર પરીક્ષાને વિશિષ્ટ પ્રકારનું સ્થાન જ નથી; ઉલટું મનુષ્યની સ્વચ્છેદવૃત્તિને પોષણ મળે એજ રીતે એ સિદ્ધાન્તોનું આયોજન થયું છે. વૈદિક ધર્મના સિદ્ધાન્તમાં, જૈન ધર્મના સિદ્ધાન્તનું કૃત્રિમ રીતેજ પુનવિધાન થયું છે.
હિન્દુઓના સનાતન ધર્મમાં જૈન ધર્મને આત્મા છે પણ તે બલરહિત છે. એમાં ઉચ્ચ પ્રકારનાં મનોબળયુક્ત સહનશક્તિ આદિનો હાસ થયો છે. ધર્મનાં નૈસર્ગિક સંદર્યને તેથી ખબ ઝાંખપ લાગી છે. આ પ્રમાણે, જૂદા જૂદા કાળમાં, જનતાની પરિસ્થિતિને અનુરૂપ ધર્મ–પરિવર્તન હિન્દમાં થયા જ કર્યું છે.
માત્ર જૈનધર્મમાં જ એવું પરિવર્તન નથી થયું. જૈનધર્મ, જેન આખ્યાયિકાઓ અને જેનીય જીવન–કમ આજે હિન્દભરમાં જે ને તે સ્વરૂપમાં વિદ્યમાન છે. જેનધર્મ હજાર વર્ષ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org