________________
જ જાય,
પ્રકાશકીય નિવેદન શ્રી જેને આત્માનંદ સભા અનેક વર્ષોથી જૈન સાહિત્ય પ્રકાશન અંગેનું કાર્ય કરી રહી છે. આ સભાએ પુસ્તકાકારે તથા પ્રતાકારે સેકડો ગ્રંથ પ્રસિદ્ધ કરેલ છે. જેમાં મુખ્યત્વે તીર્થંકર પરમાત્માઓના સંસ્કૃત-પ્રાકૃત ચરિત્રના ભાષાંતરે, કર્મગ્રંથ ટીકાઓ, ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત, દ્વાદશાનિયચક્ર જેવા મૂલ્યવાન દાર્શનિક ગ્રંથો તેમજ જેન આચાર-વિચારને લગતા ગ્રંથનું સુવ્યવસ્થિત રીતે પ્રકાશન કરી જૈન-જૈનેતર સમાજને અર્પણ કરેલ છે.
વિ. સં. ૨૦૩૮ ની સાલમાં ભાવનગર નૂતન જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન પ. પૂ. ગુરુદેવશ્રી અભયસાગરજી મ. સા. ના શિષ્ય પૂ. ગણિવર્ય શ્રી અશોકસાગરજી મહારાજ પાસે શ્રુતભક્તિને લાભ લેવા માટે કઈ પુસ્તક પ્રકાશન માટે આપવા માટે સભાના કાર્યવાહકોએ માગણું કરી. તે વખતે પૂ. મહારાજશ્રી પાસે પૂ. પાદ આ. શ્રી કંચનસાગરસૂરિ મ. શ્રીએ પ્રસિદ્ધ કરેલ શ્રી શત્રુંજય તીર્થદર્શન નામના મહાકાય ગ્રંથ ઉપરથી શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સંચાલિત શ્રી જૈન સૂક્ષ્મતત્ત્વબોધ પાઠશાળાના અધ્યાપક શ્રી કપૂરચંદ રણછોડદાસ વારૈયાએ તૈયાર કરેલ યાત્રિકવર્ગને યાત્રામાં સાથે રાખવામાં ઉપયોગી થાય તેવું ઐતિહાસિક માહિતીઓથી સભર લધુ શત્રુજય ગિરિરાજ દર્શન પુસ્તિકાનું મેટર તપાસવા માટે આવેલ હતું. પૂ. મહારાજશ્રીએ આ મેટર યાત્રિકવર્ગને અત્યંત ઉપયોગી થાય તેવું લાગવાથી અમને તે બતાવ્યું.
અમને પણ ગિરિરાજ સંબંધી ઐતિહાસિક માહિતીવાળું મેટર ઉપયોગી જણાયાથી તે પ્રકાશિત કરવા તત્પરતા દાખવી, પૂ, મહારાજશ્રીના કહેવાથી ગ્રંથના સંપાદક શ્રી કપૂરચંદભાઈ વારૈયાએ
જ
ન
કર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org