________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૯૩ આજથી ૧૮૩ વર્ષ પહેલા ઘોલેરા તીર્થ બન્યું છે. મુળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની પ્રાચીન અલૌકિક મૂર્તિ છે. દેરાસર ભવ્ય છે. દેરાસરના ચોકમા શ્રી ચક્રેશ્વરી દેવી તથા શ્રી ઘંટાકર્ણવીરની પ્રતિમાજીઓ બિરાજમાન છે. બન્ને મૂર્તિઓ ભવ્ય અને ચમત્કારીક છે. ઉતરવા માટે રૂમો તથા ભાતાની સગવડ છે. આ તીર્થની યાત્રા કરવા જેવી
પેઢી - આણંદજી કલ્યાણજી પેઢી, શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ઘોલેરા - ૩૮૨ ૪૫૫. જી. અમદાવાદ.
'શ્રી નાગેશ્વર-મધ્યપ્રદેશ જૈન તીર્થ યામા
સૌજન્યઃ શ્રી સૂરેન્દ્રભાઈ ભોગીલાલ શાહ, મુંબઈની પત્રિકાના આધારે
નાગેશ્વર એક વખત નજર કર્યા પછી આંખ ખસેડવાનું મન જ ન થાય તેવી બેનમૂન, અભૂત નીલવર્ણી “શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧૪ ફૂટ ઉંચી પ્રતિમા કાઉસગ્ગ મુદ્રામાં બીરાજેલી છે. આ મૂર્તિ વર્ષો સુધી એક સન્યાસી પાસે જીર્ણ મંદિરમાં અપૂજ્ય રહેલી. શ્રી ધર્મસાગરજી મહારાજ તથા ગણિવર્ય શ્રી અભયસાગરજી મહારાજની પ્રેરણાથી અત્રેના જૈનસંઘે સન્યાસી પાસેથી મેળવી જીર્ણ મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો. આ પ્રતિમા લગભગ અગિરસો વર્ષ પહેલાની હોવાનું મનાય છે.
રાજસ્થાન-મધ્યપ્રદેશની સરહદ પર રાજસ્થાનમાં ઉન્હેલ ગામે સરહદથી ૩ કિ.મી. અંદર આ તીર્થ આવેલું છે. “ઉન્ડેલ” નામનું એક ગામ મધ્યપ્રદેશમાં પણ આવેલું છે તેથી ભુલેચુકે ત્યાં પહોંચી ન જવાય તેની સાવચેતી રાખવી.
નજદીકનું રેલ્વે સ્ટેશન આલોટ (વિક્રમગઢ આલોટ) અહીંથી ૮ કિ.મી. દૂર છે. સ્ટેશન નાનું હોવાથી પેસેન્જર ટ્રેનો ઊભી રહે છે. પરંતુ મેલટેનો ઊભી રહેતી નથી. અપવાદરૂપ “દહેરાદૂન એક્ષપ્રેસ” ઊભો રહે છે. અહીંથી નાગેશ્વર જવા માટે સવારના ૭, ૯, ૧૦બપોરે ૧૨ અને સાંજે ૪-૩૦ વાગે બસ ઉપડે છે. પેઢીનો ટેલીફોન નંબર “આલોટ ૭૩” છે. પેઢી પર ટેલીફોન કરવાથી અથવા અગાઉથી પત્રથી જણાવ્યાથી પેઢીની જીપ સ્ટેશન પર લેવા આવે છે. જીપમાં આઠથી દસ માણસો બેસી શકે છે.
બીજુ નજદીકનું રેલ્વે સ્ટેશન ચૌમાલા ૧૪ કિ.મી. દૂર છે. અહીંથી સવારના ૭,૮ બપોરના ૨, સાંજના ૫-૩૦ તથા રાતના ૮ વાગે બસ ઉપડે છે. અહીંથી પેઢી પર ટેલીફોન કરવાની કોઈ સગવડ નથી. પરંતુ પેઢીને અગાઉથી પત્રથી જણાવ્યાથી પેઢીની જીપ સ્ટેશન પર લેવા આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org