________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૩૯૧ પ્રતિમાજી છે. બાવન જિનાલય દેરાસર છે. મૂળનાયક ભગવાનની પ્રતિમાજી શિલ્પકલામાં અતિ મનોહર છે. આ મંદિરમાં પંચધાતુની એક હજાર પ્રતિમાજીઓ છે તથા મરૂદેવી માતા, શ્રી ભરત મહારાજા વગેરેની મૂર્તિઓ છે. શિરોહી રોડથી શિરોહી ર૫ કિ.મી. દૂર છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
(૨૩) શ્રી જીરાવલા તીર્થ શ્રી બામણવાડા તીર્થથી શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થ - ૭૫ કિ.મી. દૂર છે. શ્રી શિરોહી તીર્થથી શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થ ૫૯ કિ.મી. દૂર છે. પહાડોની તળેટીમાં આવેલ આ તીર્થ છે. આબુ રોડથી ૫૮ કિ.મી. દૂર આવેલું આ તીર્થ અરવલ્લી પર્વતમાળાની જીરાપલ્લી નામના પહાડની તળેટીમાં આવેલું છે. બાવન જિનાલય મંદિર છે, જેમાં મૂળનાયક શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની ૧૮ સે.મી. ઉંચી પ્રતિમાજી છે. ૧૦૮ પાર્શ્વનાથની પ્રતિમાજીઓ બાવન દેરીઓમાં પધરાવેલી છે. વિક્રમ સંવત ૩૨૬માં આ મંદિર કોડિનગરના શેઠ શ્રી અમરસાએ બંધાવ્યું હતું. પ્રતિમાજી ભૂગર્ભમાંથી મળ્યા હતા. ત્યારબાદ આ તીર્થના અનેક જિર્ણોદ્ધારો થયા છે. છેલ્લો જિર્ણોદ્ધાર સંવત ૨૦૨૦ માં થયો છે. આ નગર પૂર્વે જીરાવલી, જીરાપલ્લી, જુરિકાવલ્લી અને જયરાજપલ્લી જેવા નામોથી પ્રસિદ્ધ હતું. શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન પ્રતિમાજી ભમતીમાં છે જેમની નીચે શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ છે. તેમની બાજુમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમા છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
પેઢી શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થ, પો. જીરાવલા – ૩૦૭૫૧૪, વાયા રેવદર, જિલ્લો : શિરોહી, આબુરોડ (રાજસ્થાન). ટે.નં. ૦૨૮૭૫-૪૪૩૮
(૨૪) શ્રી કુંભારીયાજી તીર્થ - પાના નં ૧૮૫ (૨૫) શ્રી હિંમતનગર - પાના નં ૧૭૧
(૨૬) શ્રી અણસ્તુ તીર્થ (ગુજરાત) વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આ તીર્થ આવેલું છે. અણસ્ત ગામના દેરાસરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનના પ્રાચીન પ્રતિમાજી હતા. ગામમાં જૈનોની વસ્તી ઓછી થઈ ગઈ. પ.પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરિશ્વરજી મ.સાહેબની પ્રેરણાથી આ વિશાલ ભવ્ય દેરાસર બન્યું. ગામના દેરાસરના બન્ને પ્રતિમાજીઓને રંગમંડપના ગોખલામાં પધરાવ્યા છે. જ્યારે મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન નવા બનાવી પધરાવ્યા છે. ગામ લોકોએ દેરાસર માટે જમીન ભેટ આપી તેમાં ભવ્ય તીર્થનું નિર્માણ થયું છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org