________________
પાણિગ્રહણ
પ્રભુનું આવું સ્વરૂપ જોઈને સ્ત્રીઓ ચિંતવન કરતી કે “આ કુમાર જેમના પતિ થશે તે સ્ત્રી આ પૃથ્વીમાં ધન્ય છે.”
એક વખત અશ્વસેન રાજા સભામાં બેસી જિનધર્મની કથામાં તત્પર હતા તેવામાં પ્રતિહારે આવીને વિજ્ઞપ્તિ કરી કે: “હે નરેદર! સુંદર આકૃતિવાળા કે પુરુષ દ્વારે આ છે તે સ્વામીને કાંઈક વિજ્ઞપ્તિ કરવાને ઈચ્છે છે, માટે પ્રવેશની આજ્ઞા આપીને તેના પર પ્રસન્ન થાઓ.”
રાજાએ કહ્યું, “તેને સત્વર પ્રવેશ કરાવ.” “ન્યાયી રાજાઓ પાસે આવીને સવે વિજ્ઞપ્તિ કરે છે.” દ્વારપાળે તેને પ્રવેશ કરાવ્યું, એટલે તેણે પ્રથમ રાજને નમસ્કાર કર્યો અને પછી પ્રતિહારે બતાવેલા આસન ઉપર તે બેઠે.
રાજાએ પૂછયું કે “હે ભદ્ર! તમે કોના અને પછી પ્રતિહારે બતાવેલા આસન ઉપર તે બેઠે.
તે પુરુષ બોલ્યાઃ “હે સ્વામિન! આ ભરતક્ષેત્રમાં લક્ષમીઓના કીડાસ્થાન જેવું કુશસ્થળ નામે એક નગર છે. તે નગરમાં શરણાથને કવચરૂ૫ અને યાચકેને કલ્પવૃક્ષરૂપ નરવર્મા નામે પરાક્રમી રાજા હતો. તે પિતાના સીમાડાના ઘણા રાજાઓને સાધી પ્રલયકાળના સૂર્યની જેમ તીવ્ર તેજથી પ્રકાશતો હતો. જેન ધર્મમાં તત્પર એ રાજાએ મુનિરાજની સેવામાં સદા ઉદ્યત રહીને અખંડ ન્યાય અને પરાક્રમથી ચિરકાળ પિતાના રાજ્યનું પાલન કર્યું. પછી સંસારથી ઉઠેગ પામી રાજ્યલક્ષમીને તૃણવત્ છેડી દઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org