________________
શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથજી
૨૩૧ ળવા લાગે તે વખતે નાગરાજે સ્વપ્નમાં આવીને કહ્યું કે
અહીયાં જ ચૈત્ય બંધાવો ! ભગવાન હવે અહીંથી જશે નહીં.”
રાજાએ ત્યાં આગળ મોટું વિશાળ એક લાખ મુદ્રા (તે જમાનાને સકો) ખરીને રંગમંડપથી સુશોભિત મનહર દેરાસર કરાવ્યું. આવું ગંજાવર ચૈત્ય જેઈને રાજાને અભિમાન ઉત્પન્ન થયું. “આ જગતમાં મને ધન્ય છે કે મારા કરાવેલા ચિત્યમાં ભગવાન પધારશે ખરે! જગતમાં મારા જેવો કોઈ નથી, હું જ ધન્યવાન છું! હું જ પુણ્યવાન છું.” આવા વિચારવાળે રાજા પછી પ્રભાત સમયે મુહૂર્ત વેળાએ ભગવાનને પધરાવવા માટે પ્રાર્થના કરવા લાગે, પણ ભગવાન ચેત્યમાં પધાર્યા નહીં, રાજાના અભિમાનના કારણથી પોતાના સ્થાનકેથી લેશ પણ ખસ્યા નહીં. અનેક ઉપાય કરવામાં આવ્યા પણ ભગવાન તે લેશ પણ ચલાયમાન થયા નહીં, હવે રાજાને પારાવાર ખેદ થયે ને ધરણેદ્રનું આરાધન કર્યું પણ આ વખતે તો તે પણ આવ્યા નહીં. તેથી રાજાને ઘણે પશ્ચાત્તાપ થયે અને પિતાના મંત્રીઓને પૂછવા લાગ્યું “હે મંત્રિનું ! ભગવાન્ ! ચૈત્યમાં કેમ પધારતા નથી, તેનું કારણ તપાસ કરીને મને કહો?”
તે વખતે મંત્રીએ જણાવ્યું “સ્વામિન! તે માટે એક ઉપાય છે તે હું જણાવું છું, આપ સાભળે. સંભળાય છે કે હાલ જૈન શાસનમાં અભયદેવસૂરિનામે મહાસમર્થ આચાર્ય જૈન તત્વશાસ્ત્રના પારગામી છે. જેમને અનેક રાજાઓ માને છે, નમે છે. વળી ગુર્જર દેશના અધિપતિ અને કર્ણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org