SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્થલિભદ્ર-કેશાને સંવાદ [ પપ જન્મ ધરી સંસારમાં, નવિ ઓળખે ધર્મજી, વિધવિધ વૈભવ ભોગવ્યાં, કીધાં ઘણેરાં કર્મ જી. સાર્થક. ૨૪ તે સહુ ભોગવવું પડે, મૂવા પછી તમામ; અધર્મી પ્રાણને મલે, નહીં શર્મ કઈ ઠામજી. સાર્થક૨૫ સિંધુ રૂપી સંસારમાં, માનવ મીન તે ધાર; જંજાલ જાલ રૂપી ગણે, કાલ રૂપી માછીમારજી. સાર્થક૨૬ કેશા–વિષય રસ વહાલે ગણી, કીધાં ભોગ વિલાસજી; ધર્મનાં કાર્ય કર્યા નહીં, રાખી ભોગની આશજી. ઉદ્ધાર કર મુનિવર માહ. ૨૭ વ્રત ચૂકાવવા આપનું, કીધાં નાચને ગાનજી; છેડ કરી મુનિવર આપની, બની છું હું અજ્ઞાન. ઉદ્ધાર ૨૮ બાર વરસ સુખ ભોગવ્યું, ખરચ્યા ખૂબ દીનારજી; તોય હું તૃપ્ત થઈ નથી,ધિ મુજને ધિક્કાર. ઉદ્ધાર ૨૯ શ્રેય કરે મુનિવર માહરૂં, બતાવીને શુભ જ્ઞાનજી; ધન્ય છે ધન્ય આપને, દીસે મેરૂ સમાનજી. ઉદ્ધાર૦ ૩૦ ધૂલિ –-છેડી મેહ સંસારને, ધારે શીલ વ્રત સારજી; તે સુખ શાંતી સદા મલે, પામે તમે ભવ જલ પારજી.સા.૩૧ કશા –ધન્ય મુનિવર આપને, ધન્ય શકટાલ તાતજી; * ધન્ય સંભૂતિવિજય ગુરૂ, ધન્ય લાછલદે માતજી. મુક્તિ કરે મેહ જાલથી. ૩ર સ્થૂલિ–આજ્ઞા દી હવે મુજ ભણે, જાવા ગુરૂની પાસજી; ચોમાસું પૂરું થયા પછી, સાધુ છંડે આવાસજી. રૂડી રીતે શીલવ્રત પાલજે. ૩૩ કેશા–દર્શન આપજે મુજ ભણી, કરાવવા અમૃત પાનજી; સુર ઈન્દુ કહે સ્થલિભદ્રજી, થયા સિંહ સમાનજી. ધન્ય છે મુનિવર આપને ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy