________________
[૮] ત્રિકરણ યેગે જે કર્યા, ત્રિકાલમાં સુકૃત પ્રભુ, અરિહંત આદિકના વલી જે, જે ગુણે ભાખ્યા વિભુ, અનુદતે સુકૃત સવિ, પરતણું જે ગુણકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા. નેમિનાથ જીનેશ્વર
શાસન પ્રભાવનો સ્વામી વચ્છલ, દેવ ગુરૂ ભક્તિ ઘણી, દાન શીલ તપ ભાવ ધર્મ, સેવના તીર્થો તણી, ભાવનાઓ સેલ ભાવી, રત્નત્રયી પામુ પરં, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર..
[૧૦] આહારની લાલચ મહીં, જીવ દુઃખ અનંતા પામતે, પૂરવ ઋષિ સંભાર, આહાર ત્યાગ ને કામ, તુજ શરણના પ્રભાવથી પ્રભુ, પામું હું અનસન વર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર,
[૧૧] શિવકુંવર સુદર્શના તિમ, શ્રીમતી આરાધતા, ચૌદ પૂવી અંત સમયે, એ જ મંત્ર વિચારતા, સમાધિ મૃત્યુ પામવા, નવકાર અંતે હિતકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર....
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org