________________
શત્રુંજય લઘુક૯૫
રૂષભાદિકના ઉચ્ચ કુળમાં ઉપન્ન થયેલા બીજા પણ અસંખ્ય મુનિઓ, કે જેઓ મોહને ક્ષય-નાશ કરીને શત્રુજય તીથને વિષે સિદ્ધ થયા, તે સર્વને વંદના કરો. ૬. पन्नास जायणाई आसी, सेत्तुंजवित्थरो मूले ।। दस जायण सिहरतले, उज्चत्ते जायणा अटूठ ॥७॥
શ્રી શત્રુંજય ગિરિ[રૂષભદેવ સ્વામીના વખતમાં મૂળમાં પચાસ એજનના વિસ્તારવાળે શિખર તળે (શિખર ઉપર) દસ જન વિસ્તારવાળે, ઉચો આઠ જન હતા. ૭ जं लहइ अन्नतित्थे, उग्गेण तवेण बंभचेरेण । तं लहइ पयन्तेणं, सेत्तुंजगिरिम्मि निवसंता ॥८॥
અન્ય તીર્થોમાં ઉગ્ર તપસ્યા વડે તથા બ્રહ્મચર્ય વડે જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ શ્રી શત્રુંજયગિરિ પર પ્રયત્નપૂર્વક વસવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. ૮ जं कोडिए पुणं, कामियआहारभोइया जे उ । तं लहइ तत्थ पुण्णं, एगोववासेण सेत्तुंजे ॥९॥
એક કોડ મનુષ્યોને ઈચ્છિત આહારનું ભજન કરાવવાથી જે પુણ્ય થાય છે, તેટલું પુણ્ય શત્રુંજય તીર્થ માં એકઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. હું जं किचि नामतित्थं, सग्गे पायालि माणुसे लाए । तं सव्वमेव दिट्ठ, पुंडरीए वंदिए संते ॥१०॥
સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્ય લોકમાં જે કઈ નામ માત્રથી પણ તીર્થ છે, તે સર્વે તીર્થોને માત્ર પુંડરીકગિરિને વંદન કરવાથી જ જોયા સમજવાં. અર્થાત્ શત્રુજ્ય તીર્થને વંદન કરવાથી સર્વ તીર્થોને વંદન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ૧૦ पडिलाभंते संघ दिटूठमदिठे, य साहू सेत्तुंजे । कोडिगुणं च अदिड्ठे दिड्ठे अ अणतयं हाइ ॥११॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org