________________
[૨] (શ્રી જિન-આગમ પૂજન પૂર્વે તેનો મંડપ તૈયાર કરાવવા )
૦ સર્વ પ્રથમ ૪૫-આગમના છોડ (ચંદરવો-તોરણ-jઠીયા) તૈયાર રાખવા. ૦ છોડ બાંધવા દોરી, ધાતુનોવાયર, ખીલી, હથોડી, સેફ્ટીપીન વગેરે
સામગ્રી તૈયાર રાખવી. અથવા મંડપ સર્વીસવાળા નક્કી કરવા. ૦ જો મંડપ હોય તો તેમાં અથવા ઉપાશ્રય કે હોલની દીવાલો ઉપર ક્રમ ૧ થી
પ છોડ બાંધવા માટેની વ્યવસ્થા કરવી. ૦ આ મહાપૂજન બે દિવસોમાં ભણાવાય છે. તેથી એક તરફ ૧ થી ૨૩
આગમના છોડ બાંધવા - - વચ્ચે ત્રિગડું ગોઠવવું - - બીજી તરફ ૨૪ થી
૪૫ આગમના છોડ બાંધવા. ૦ દરેક છોડની નીચે તે-તે છોડનું નામ સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી બનેઈમ
પ્લેટ” તૈયાર કરી ગોઠવવી. ૦ જમીનથી લગભગ અઢી ફુટ ઊંચા એવા ટેબલોને છોડની નીચે લાઈનસર
ગોઠવવા -- તેના ઉપર સફેદ કાપડ ફીટ કરાવવું. ૦ દરેક છોડની નીચે -- ટેબલ ઉપર એક-એક સાપડો મુકવો અને તેના ઉપર
૫ આગમનો રૂમાલ મુકવો. જ્યારે એક-એક આગમનું પૂજન થાય ત્યારે તે ગોઠવેલા સાપડા ઉપર પરમ પવિત્ર એવા એક-એક આગમને પધરાવતા જવું. ૦ સાપડાથી આગળના ભાગમાં એક-એક થાળી ગોઠવવી. એ રીતે ૧થી ૫
મોટી થાળી પહેલેથી જ મૂકાવી દેવી. ૦ ૫ નંદાવર્ત સાથીયા થઈ શકે તેટલા ચોખા પહેલેથી સાફ કરાવી રાખવા, -
આ સાફ કરેલા ચોખાના પાંચ સરખા ભાગ કરવા. - ૧ ભાગ ચોખા સફેદ રાખવા, ૧ - ભાગને લાલ રંગના કરવા, ૧ ભાગને પીળા રંગના કરવા, ૧ ભાગને લીલા રંગનો કરવા. અને ૧ - ભાગને કાળા રંગના કરવા.
આ રીતે સફેદ વગેરે પાંચ વર્ણવાળા ચોખા તૈયાર થઈ ગયા પછી સફેદ-લાલ-પીળો-લીલો-કાળો એ ક્રમમાં દરેક થાળીમાં નંદાવર્ત સાથીયા પહેલેથી જ તૈયાર કરી રાખવા. જેથી આગમનું પૂજન થતું જાય તેમ તેમ
તે-તે થાળીમાં ફળનૈવેદ્ય વગેરે મૂકી શકાય. ૦ જો આગમની ઓળખ આપતા પટ્ટ વગેરે તૈયાર હોય તો ટેબલની ધારથી
જમીન તરફ લટકાવવા
આટલી તૈયારી કરવાથી જિન આગમ-પૂજન મંડપ તૈયાર થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org