________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
છેલા ૩૬ વર્ષથી એક સંતયેગી જેવું નિખાલસ, નિસ્પૃહી અને નિર્મળ જીવન જીવી રહ્યાં છે. સારંગપુર (હનુમાનજી)ના વતની સાધારણ અભ્યાસ ખેતીને વ્યવસાય પણ કઈ પૂણ્યયોગે સંત મહાત્માઓના આશિર્વાદ સાંપડ્યા અને આધ્યાત્મિકતાને રાહ અપનાવ્યો અને જીવન સાર્થક કર્યું. બેચાસણની સંસ્થાના સ્થાપક પ. પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી યજ્ઞપુરૂષદાસજીના સેક્રેટરી તરીકે તથા સંસ્થાના વહીવટની જવાબદારી પણ તેમના શીરે સેપી બાવીસ વર્ષ સુધી ધર્મપ્રચારના કાર્યમાં યોગીજી મહારાજ સાથે કામ કર્યું. ભારતમાં ચાર વખત તેમજ યુરોપ, પૂર્વ આફ્રિકા, યુગાન્ડા, કેનીયા, લંડન વગેરે દેશોને પૂ. ગીજી મહારાજ સાથે પ્રવાસ કર્યો ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડે. રાધાકૃષ્ણનથી માંડીને અનેક વડા ધર્મગુરૂઓનો સત્સંગ સાંપડ્યો આ બધી બહારની ઈતર પ્રવૃત્તિ દરમ્યાન પણ સારંગપુરની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે બાલમંડળ, યુવકમંડળ, સ્કુલકમિટિ, સહકારી સોસાયટી, કાઠી સમાજ અને સ્વામિનારાયણ સંસ્થામાં સક્રિય રીતે તેમની સેવા જીતી છે. ગરીબ વિદ્યાર્થીઓને ગુપ્ત મદદ અને જરૂ. રીયાત વાળાઓને ખ્ય સવલતે અપાવવામાં સતત પ્રયત્નશીલ રહ્યાં છે.
શ્રી હિંમતલાલ એન. શાહ
શ્રી હિંમતભાઈ શાહનો વઢવાણ શહેરમાં ૧૯૧૮ ના ઓગસ્ટની ૧૨ મી તારીખે જન્મ થયે. મુંબઈ યુનિવર્સિટી દ્વારા એલ. એલ બી. સુધીનો અભ્યાસ કર્યો. ૧૯૪૦ ના રાષ્ટ્રવ્યાપી વ્યક્તિગત સત્યાગ્રહમાં મહત્વને ભાગ લીધે અને સાબરમતી જેઇલમાં કેટલાક સમય કારાવાસ ભેગવ્યો. ૧ ૪૦ થી ૧૯૪ર ભાવનગર રાજયમાં જગજીવનદાસ એન્ડ કુ. માં ભાગીદાર તરીકે વકીલાત કરી. ૧૯૪૨ મા કવીટ ઈન્ડીયા મુવમેન્ટમાં જગજીવનદાસ એન્ડ કુાં માથી શ્રી જગુભાઈ પરીખ, શ્રી પ્રેમચંદભાઈ શાહ, શ્રી પ્રહલાદભાઈ અને શ્રી હિંમતભાઈ એમ ચાર જણાએ ભાગ લીધે તેને કારણે જૂદી જૂદી સજાઓ થઈ. શ્રી હિંમતભાઈને ભાવનગરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા અને દશ મહીનાની સખત મજુરીની સજા થઈ અને બે હજાર રૂપીઆ દંડ પણ થયે હતો. તેમના ઘરમાંથી જપ્તી કરી માલ હરરાજ કરી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેલની સજા દરમ્યાન કેટલીક એગ્ય માંગણીઓ અંગે તેમણે સહ-કાર્યકર સાથે આમરણાંત ઉપવાસ પણ કરેલા પાછળથી ગઢડાવાળા મતીચંદભાઈએ પારણું કરાવ્યા હતા. ૨૬-૬-૪૩ ના રોજ તેમના જેલમાંથી છુટકારા પછી તે વખતના ડીસ્ટ્રીકટ જજ શ્રી બાલકૃષ્ણ ત્રિવેદી પાસે વકીલાત સમંદ તાજી કરાવવા શ્રી હિંમતભાઈ ગયા ત્યારે તેમણે સલાહ આપી કે “સ્વરાજ કદી આવવાનું નથી અને જીગજીવનભાઈની પાછળ ખુવાર થવાને કોઈ અર્થ નથી. ચળવળમાં ભાગ લેવા બદલ માફી
માંગે તેજ સનંદ તાજી કરી આપું નહિતર તમે વકીલાત નહિ કરી શકો.” શ્રી ત્રિવેદી સાહેબને બે શબ્દો સંભળાવીને તેમની હાજરીમાં જૂની સનંદ ફાડીને ખુમારીનું ભાથું લઈ હદયમાં હામ ભીડી ચાલી નીકળ્યા અને તેજ સાંજે મુંબઈની ગાડી પકડી. ૧૯૪૮ માં સૌરાષ્ટ્રનું એકમ થયું અને તેમના સહકાર્યકરે જગુભાઈ પરીખ સહીત સૌ પ્રધાન મંડળમાં આવ્યા ત્યારે તેમને પણ તાર કરીને બેલાવ્યા. તેમને કલેકટર રજીસ્ટ્રાર ઓફ કમ્પનીઝની ઓફર કરવામાં આવેલી પણ તેમણે તેને કેટલાંક સંરણોસર અસ્વીકાર કર્યો. તેમને પોતાનો અત્યારે વ્યવસાય છે. અને તે ઉપરાંત હૈદ્રાબાદની એક કુ. માર્કેટીંગ એન્ડ સેઇલિસ એડવાઈઝર છે. મુંબઈમાં તેમણે ભાવનગર પ્રજા મંડળની સ્થાપના કરી હતી અને થોડા વર્ષો તેઓ મંત્રી હતા. સ્વરાજ્ય આવતા તે સંસ્થાની જરૂરત ન રહી. - કોંગ્રેસના સક્રિય સભ્ય તરીકે વર્ષો સુધી કામ કર્યું છે. છેલ્લા દશ વર્ષથી મુંબઈમાં સર્વોદય મિત્રમંડળ ચલાવે છે અને તેમાં અવાર નવાર મંત્રી, પ્રમુખ, ખજાનચી વગેરે માનદ્ હોદ્દાઓ ઉપર હોય છે. ઓલ ઈન્ડીયા લેધર ગુડસ મેન્યુ. એન્ડ ડીલર્સના મંત્રી તરીકે પણ ઘણા વર્ષો સુધી રહ્યાં હવે પ્રમુખ છે. All India P. v, c. Delers નાં પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી છે. તેમના ધર્મપત્ની સવિતાબહેન શાહ બી. એ. બી ટી થયેલા છે અને સમાજસેવાના દરેક કામમાં તેમને સહકાર મળતો રહ્યો છે. શ્રી હીરાલાલ ડી. શેલત
૧૯૪૫ માં ભૂજ સ્કુલ ઓફ આર્ટના પ્રિન્સીપાલની કામગીરી સાથે ભૂજ મ્યુઝિયમના કયુરેટર પણ થયા. કલા કૌશલ્ય, મુતિએ, શિલાલેખ વગેરેના પાંચ હજાર ઉપરાંત નમુનાઓનો સંચય અને સંશોધન અને વર્ગીકરણ કરી યોગ્ય ફનીચર વગેરેમાં આયોજન પૂર્વક વ્યવસ્થિત ગેલેરી એની રચના કરવામાં દશ વર્ષ કામગીરી બજાવી. કચ્છના કલા અને મ્યુઝિયમ વિભાગના પ્રતિનિધિ તરીકે સેન્ટ્રલ બેન્ડ એફ મ્યુઝિયમ ન્યુ દિલ્હી તેમજ ઓલ ઇન્ડિયા એફ આર્ટ એકેડેમિ ન્યુ દીલ્હીમાં ૧૯૫૪ થી ૫૭ સુધી કામગીરી બજાવી ન્યુ દિલ્હીમાં કચ્છના હુન્નર કલાની સામગ્રી લઈ ઓલ ઈન્ડિયે પ્રદર્શનમાં તે સમયની કચ્છ સરકાર તરફથી ભાગ લીધે તેઓ પાલનપુર જીલ્લાના શિક્ષણાધિકારી પદે છે. તેમની કારકીર્દી દરમિયાન તેમણે શિપના વિષયમાં ઘણા સુંદર શિપનું સર્જન કર્યું છે. કચ્છના મહારાજાઓશ્રીનું શિપ જેસલમેરના દિવાનનું શિપ, શેઠ છોટાલાલ કિલા ચંદનું શિલ્પકલાના અભ્યાસમાં નવા કલા વિદ્યાર્થીઓને સહાયકારક “અશોક યથાદર્શન” નામનું આર્ટ પર સ્પેકટીવનું પુસ્તક તેમણે લખ્યું છે. જે ડ્રોઈગ ટીચર્સ તથા પેઈન્ટીંગના અભ્યાસક્રમમાં ખૂબ ઉપયોગી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org