SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ થંચ ૯૧૧ રાજકેટની માતુશ્રી વિરબાઈમાં મહિલા કોલેજમાં ભુગોળવિષયનું અધ્યાપન કાર્ય કરે છે. તેમની ખાસ અભિરૂચીમાં લેખો-વિવિધ વિષયો પર તૈયાર કરવા. શિક્ષણ રાજકારણ અને ભૌગોલિક બાબતે પર વિદ્યાથી કાળથી જ નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધામાં અભિરૂચી માનવ ભુગોળ, રાજકિય ભૂગોળ ભાષા-સાહિત્ય શાયરી ગઝલ-કાવ્યને રસ ધરાવે છે. વકીલ પ્રાધ્યાપક કે ઉચ્ચ કક્ષાની વહીવટી હોદાની નોકરીની અભિલાષા ! LL. B. વકીલાતમાં જલ્દીથી મન ન માન્યુ અધ્યાપન સ્વીકાર્યું. આઈ. એ. એસ ની પરિક્ષામાં બેઠાં પરંતુ કેન્દ્ર અમદાવાદ રાખેલું. હિન્દુ, મુરલીમના કોમી હુલ્લડમાં ફસાઈ ગયાં અને પ્રગતિમાં અવરોધ ઉભા થશે. ગુજરાત રાજ્યની “ ૬૯ નવેમ્બરની ડેપ્યુટી કલેકટરની પરિક્ષામાં બેઠા સફળ થયા. હાઇકોર્ટના ડાયરેકટ રીક્રુટમેન્ટ કરી ન શકાય તેવા ચુકાદામાં તેઓ નીકળી ગયા કેન્દ્ર સરકારના ગૃહખાતામાં દીલ્હી ખાતે ઇન્ટેલીજન્સ ઓફિસર તરીકે નિમણુંક થઈ પરંતુ કોલેજ નાં અધ્યાપનમાં ઓત પ્રોત થઈ ગયા હોવાથી છોડવાનું મન વિશાળ પરિવારને ભારે આંચકો આપી આ દુનિયામાંથી એ યૌવન અકાળે આથમી ગયું. તેમના વડીલ બંધુએ સાપકડામાં બુનિયાદી ગુજરાતી શાળા માટે તેર હજારનું દાન કર્યું. સાડાબાર હજાર રૂપીયા મહાવીર જૈન વિદ્યાલયને અર્પણ કર્યા. ઉપરાંત સ્વ. ચંદુલાલ કોઠારી એજયુકેશન ટ્રસ્ટ સ્થાપી. કાયમી યાદગીરી ઉભી કરી. ઘાટકોપર અને અનેક જૈન મંદિરમાં દાનની સરિતા વહેતી રાખી. સ્વ. ના આત્માને સાચી શ્રદ્ધાંજલી અપી. શ્રી ચંદુલાલ સુખલાલ મહેતા સુરેન્દ્રનગરના જાહેરજીવનમાં છેલ્લા પચીસ વર્ષથી કામ આપી રહેલા શ્રી ચંદુલાલભાઈને વ્યવસાયમાં પોતાની કમિશન એજન્ટની પેઢી છે. પણ સાર્વજનિક ક્ષેત્રે સુરેન્દ્રનગર એજયુ. કેશન સોસાયટીની સ્થાપનાથી માંડીને આજે તે સંસ્થાના મંત્રી તરીકેની કામગીરી, તબીબી રાહત મંડળમાં મંત્રી તરીકે, સૌરાષ્ટ્ર મેડીકલ સેન્ટરના મંત્રી તરીકે – ૧૯૭૨માં ટી. બી. હોસ્પીટલની સ્થાપના વખતે રૂા. પચીશ લાખનું ભંડોળ ઉભુ કરવામાં મહત્વની કામગીરી, જૈન શૈક્ષણિક સંસ્થાઓ અને છાત્રાલયમાં મહત્વની જવાબદારી, સહકારી ક્ષેત્રે પીપલેસ કે-એ બેન્ક, અપના બજાર ઔદ્યોગિક સંઘ વિગેરે સક્રિય કામગીરી, દુષ્કાળ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા પ્રસંગમાં મહત્વની જવાબદારી સ્વીકારીને ગણનાપાત્ર કામ કર્યું છે. શ્રી ચંદુલાલ ટી. શાહ અભ્યાસકાળ દરમ્યા, હાઇસ્કુલમાં L. I. c. માં પોસ્ટ ટેલીગ્રાફ ખાતામાં ઈન્સ્પેકટર વિ. ઓડરે મળેલા છેવટે અત્યારે મા સરસ્વતીને ચરણ જીવન વહાવી રહ્યા છે. સ્વ. અંદુલાલ લક્ષ્મીચંદ જેઠારી ઉગી ઉષા પણ ન ઉગી સવાર જેમની કેટલાંક તેજસ્વી આમાએ પૃથ્વિીને પાટલે જમેલ છે અને પછી પિતાની તેજસ્વીતાની ભભક વેરી ટૂંક સમયમાં વિદાય લે છે. માનવીની કૃતત્વ શકિત જ્યારે જાગી ઉઠે છે. ત્યારે સત્તા સુખ અને સંપત્તિને વ્યાહ તજીને પોતાના કતત્વ દ્વારા જે સેવાધર્મની પ્રેરક સુવાસ એ ફેલાવી જાય છે એ એના જીવનની ચિરંતન યશકલગી બની જાય છે. અને જેમનું આયુષ ટૂંકુ હોય છે તેઓ તેમની ટૂંકી કારકીર્દિમાં ઘણું ઘણું સારૂ કરી જાય છે. અને સંસ્કારના ધવલ પ્રકાશ દ્વારા ઘણી મોટી યાદગીરી મૂકતા જાય છે. સુરેન્દ્રનગર જિલલાનું સામકડા તેમનું વતન. ઈન્ટર કેમર્સ સુધીનો મુંબઈમાં અભ્યાસ, ૧૯૫૦ થી વ્યાપારમાં મન પરોવ્યું. શરૂઆતથીજ ફેકટરી કારખાનાને થનગનાટ હતા. જેને કારણે સુરેન્દ્રનગરમાં ઝેને થ એજીનની ફેકટરી ખરીદી પણ કમનસીબે ફેકટરી ચાલી નહી–એમાં ઘણી મહેનત અંતે ચાલને કરી બરાબર ચલાવવી શરૂ થતાં જ ભાઈ ચંદુલાલનું યુવાનવયે કરુણ અવસાન થયું. મુંબઈમાં પોતાને મટાભાઈએ સ્થાપેલી પેઢીને પોતાની બુદ્ધિ તથા હિંમતથી એક અગ્રગણ્ય સ્થાનમાં મૂકી છે. સચ્ચાઈ, ખંત અને હિંમતથી ખૂબ જ આગળ વધવાના તેમના કેડ હતા કુદરતને એ મંજૂર ન્હોતું. સણસઠ વરસની ઉંમરના અને મુંબઇમાં સારૂ એવું માનપાન પામેલા જૈન સમાજના આગેવાન કાર્યકર્તા શ્રી ચંદુલાલભાઈ ટી. શાહ મૂળ સૌરાષ્ટ્રના વઢવાણ શહેરના વતની છે. નાની ઉંમરથી જ મુંબઈમાં તેમનું આગમન થયું. પિતા વીમાના વ્યવસાયમાં હતા. તેઓ ગુજરી ગયા બાદ પિતાની વીશ વર્ષની વયે ૧૯૨૬માં મેસર્સ કીલાચંદ દેવચંદની કુ. માં એના વીમા વિભાગમાં ભાગીદાર તરીકે જોડાઈને કારકીર્દિની શરૂઆત કરી તે પછી ઘણા વર્ષો સુધી જુદી જુદી પરદેશની મોટી મોટી વીમા કમ્પનીઓમાં જવાબ દારી ભર્યું સ્થાન ભેગવી, ઘણું અનુભવેલ મને ઘણો બહોળે પરિચિત સમુદાય ઉભું , દુનિયાના સંખ્યાબંધ દેશને ત્રણવાર પ્રવાસ પણ કર્યો છે. સેવા ભાવનાના અંકુરો વારસામાં મળેલા તેને લઈને તથા વાંચન-મનન-ચિંતન, સંગીત, સત્સંગ અને નવા નવા સ્નેહ સંબંધ વધારવાના પોતાના આગવા શેખને કારણે ઘણી સામાજિક, ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાઈને સમાજ સેવાના કામમાં પણ ઘણું મોટું પ્રદાન રહ્યું છે. વેતામ્બર જૈન કેન્ફરન્સ, વિલેપારલે સેવા સમાજ, કેળવણી મંડળ – જૈન સંઘ- નાણાવટી હોસ્પીટલ, સિદ્ધક્ષેત્ર, બાલાશ્રમ, સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, યશોવિજય જૈન ગુરૂકુળ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy