________________
ના વિવિધ ક્ષેત્રોની છે) વિશિષ્ટ વ્યકિતઓ
શ્રી કલ્યાણજીભાઈ નત્તમદાસ મહેતા
અમરેલી જિલ્લાના ડુંગરગામ અને આ પંથકનાં ચાલીસ ગામડાઓની ત્રણ-ત્રણ દાયકાઓથી અવિરત જનસેવા કરીને “ ભાઈ” નું મહામૂલું બિરુદ મેળવી જનતાના હદયમાં અનેરુ સ્થાન મેળવ્યું છે. ઉપરાંત ગુજરાત રાજ્યની નામદાર સરકારે પણ તેમની સેવાની કદર કરીને “ઓનરરી મેજીસ્ટ્રેટ” (જે. પી.) ની પદવી એનાયત કરી.
શ્રી લક્ષ્મીબાઈ નરોત્તમદાસ સાર્વજનિક દવાખાનું સ્વ. ધનકુંવરીબાઈ નરોત્તમદાસ વ્યાયામ મ દિરની સંસ્થાઓ સ્થાપી છે. દવાખાનાના મકાન ડોકટરશ્રીને રહેણુકની સગવડ આપી અને દસ વર્ષથી પોતાના ખર્ચે દવાખાનાનું સંચાલન કરી રહ્યા છે. મંગળ શેરીમાં લાદી જડાવી લેકેને સગવડતા કરી છે. વિકટરને રસ્તે વાવ બનાવી લેકેને પાણીની સગવડતા આપી છે અને દરેક પ્રસંગોએ થતાં નાના મોટાં લેકહિતનાં ફંડફાળામાં ઉદાર હાથે રકમ આપી છે. રાજકીય, સામાજિક અને ધાર્મિક એવા અનેક ક્ષેત્રોમાંથી કલ્યાણજીભાઈ મેખરેનું સ્થાન ધરાવે છે. એ દિવસે પણ ચાલ્યા જશે” એવું એકસુત્ર અપનાવીને જનસેવા કર્યું જાય છે.
શ્રી કલ્યાણજીભાઇ વિ. મહેતા
ડુંગરના પનોતા પુત્ર સુશીલ દાનવીર ભાઈ શ્રી જમનાદાસ નાનચંદ મહેતાએ આ પ્રદેશના હિતાર્થે અનેક જનકલ્યાણની સંસ્કારની સંસ્થાઓકન્યાશાળા, બાલક્રીડાંગણ, બાલમંદિર, દવાખાનું, પ્રસૂતિગૃહ, હાઈસ્કૂલ વગેરેની સ્થાપના માટે ઉદાર હાથે હજાર રૂપિયાની સખાવત કરી છે. આ શુભકાર્યોમાં મુખ્યત્વે તેમની પ્રેરણા પ્રોત્સાહન અને પ્રયત્નો રહેલા છે. જેથી અમે ગૌરવ અનુભવીએ છીએ. નાનકડા ડથર ગામને આંગણે હાઇસ્કૂલ જેવું વિદ્યામંદિર સ્થાપવાનું વર્ષો જુનું સ્વ સિદ્ધ કરીને આ બધી સાર્વજનિક સંસ્થા પર કળશ ચડાવે છે. અને કેઈપણ જાતના સ્થાયી ફંડ વગર આકાશવૃત્તિથી ચાલતું સાર્વજનિક છાત્રાલય, સાર્વજનિક દવાખાનું અને અન્ય ગામાયત સંસ્થાઓએ તેમની હિંમત પૂર્વક નેતાગીરીનું શુભ પરિણામ, છે એ જાહેર કરતાં ગર્વ અનુભવાય છે. તેમણે અન્યને લેક કલ્યાણ માટે દાન કરવાની પ્રેરણા પ્રોત્સાહન આપ્યા છે. ઉપરાંત ઘર આંગણેથી પણ ઉદાર સખાવત કરી છે.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝના વતનીપ્રાથમિક શિક્ષણ ત્યાં જ લઈ કેલેજનું શિક્ષણ અમદાવાદમાં લીધું. ૧૯૦૭ની સુરત ગ્રેસથી લાલ-બાલ અને પાલની ત્રિમૂર્તિના દર્શનથી ચિનગારી મળી– રાષ્ટ્રીયતાને રંગ લા. પહેલી પાટીદાર પરિષદ દ્વારા જાહેર જીવનની શરૂઆત કરી અને એ રીતે ૧૯૧૦ થી જ્ઞાતિ સુધારણાના કામના શ્રી ગણેશ માંડ્યા- પાટીદાર વિદ્યાંથી આશ્રમની સ્થાપના દ્વારા શિક્ષણક્ષેત્રે પણ સેવાઓ આરંભી તેજ રીતે રાજકીય જીવનમાં પણ હોમરૂલ આંદોલનથી શરૂઆત કરી ખેડા સત્યાગ્રહ, રોલેટ એકટ સામેના સત્યાગ્રહ આંદોલનમાં અસહકારની લડતમાં, તિલક સ્વરાજ્ય ફાળામાં તન-મન-ધન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org