SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૮ તેઓ કલા અને સાહિત્યના આશ્રયદાતા બન્યા. સવિદ વશે ૧૬મી સદીમાં પર્શિયામાં એકતા આણી અને ૨૦૦ વર્ષ રાજ્ય કર્યું. તે પછીની બે સદી ૧૭૦૦ ખાદ ઈરાનની પડતી આવી ઘેાડા સમય નાદિરશાહ (૧૭૩૦-૧૭૪૮)ના શાસન તળે તેમાં સુધારાની આશા જ્યાત પ્રગટી પણ ૧૭૪૭માં નાદિરશાહનુ· ખૂન થયું. પછી કજાર વશનુ` રાજ્ય (૧૭૯૪-૧૯૨૫) સુધી રહ્યુ. અને ૧૯૨૫માં પાર્લામેન્ટે રઝાખાનને સર્વસત્તા સોંપી અને તે હાલના શહેનશાહના પિતા એપ્રિલ ૨૫, ૧૯૫૬ને દિને પહેલવી નામ ધારણ કદી ઈરાનના ખાદશાહ બન્યા. તેમણે પંદર વર્ષના રાજ્યમાં ધણા સુધારા કર્યા. ૧૯૪૧માં રેઝાશાહને ગાદી અને રાજ્ય તેના રાજકુંવરને સોંપી જતા રહેવુ પડયું. તે પછી હાલના રાજા મહમદ રેઝાશાહે ઈરાનને વધુ આધુનિકતા તરફ દોર્યું, હવે ઈરાનનું પાટનગર તહેરાન છે. એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ એક જ આય રક્તના સંતાન હોવાને કારણે ભાર તીયેા અને ઇરાનીએમાં ભાષા પરંપરા, ધાર્મિક વિશ્વાસ કૃત્ય, આચાર વિચાર વગેરેમાં અનેક સમાનતા મળે છે. વેદો અને અવસ્તામે એક જ દેવતાઓ જુદે જુદે નામે ઓળખાય છે. દાખલા તીકે વૈદિક વરુણ અવસ્તામાં અહુર મજય છે. વૈદિક મિત્ર, અવસ્તામાં મિશ્ર છે. વૃત્રારૂણ્યુ અવસ્તામાં વેરેથ્રજ્ઞ છે. વેદોમાં સામ રસના ઉલ્લેખ અવસતામાં ‘હામ’ રસ રૂપે છે, કારણ ઈરાની લેાકેા “સ”ના ઉચ્ચાર “હું” કરતા હતા. અને તેથી તેમણે ‘સિન્ધુ' પરથી તેને પાર રહેનારા “હિન્દુ” શબ્દ ભારતવાસીએ માટે વાપર્યા. ઋગ્વેદમાં ઈરાન સંબંધી ચર્ચા છે. પારાશર ( ૧૦-૩૩-૨) પદવી આનું ઉદાહરણ છે. ‘હત હિન્દુ ’ અવસ્તામાં છે. તેનેા ઋગ્વેદમાં સપ્ત સિંધુ દેશ તરીકે ઉલ્લેખ છે (૮,૨૪,૨૭) જરખશ (ઈ.સ.પૂ. ૪૮૬-૪૬૫)ના શાસનમાં ભારત પર ઈરાનના અધિકાર વચ્ચેા. ગ્રીક ઈતિહાસકાર ઝેનેફેને લખ્યું છે કે ભારતીય રાજાએ સાયરસના દેશમાં એક રાજદૂત માકલ્યા. પાણિનીએ અખમની સામાન્ય કાલની ફારસીલિપિને યવની લિપિ તરીકે ઓળખાત્રી છે. તક્ષશિલામાં અશેાકના તત્કાલીન ઇરાની લિપિમાં એક શિલાલેખ મળી આવ્યેા છે તાજમહેલના ધુમ્મટ ઈરાની શિલ્પકલાનું પ્રતીક છે. ભારતીય કલાપર પણ ઈરાની કલાના સારે। પ્રભાવ છે. તે મુગલ કલપના ચિત્રોમાં સ્પષ્ટ થાય છે. જન મહાવિ ગટેએ ઈરાની કવિતાથી પ્રભાવિત થઈ ‘ વેસ્ટ-ઈસ્ટ દિવાન' નાં કાવ્યેા રચ્યાં, ઈરાનના દેશ ૧૪ (આસ્તાન) ઈલાકામાં વહેચાયેલા છે. અને તે દરેક પર એસ્તાનદારની સત્તા છે. દરેક આસ્તાન શહેરેસ્તાનમાં વિભાજિત થાય છે. અને શહરેસ્તાન પર ફરમાનદારની સત્તા હોય છે. શહેરૅસ્તાનનું વિભાજન ખજ્ઞેશમાં થાય છે. તેના ઉપરી ખશદ્વાર હોય છે. ઈરાન દુનિયાના ખનીજ તેલ ઉત્પાદક પ્રદેશેામાં ચેાથે। નંબર ધરાવે છે, કલા કારીગરીમાં ત્યાંના ગાલીચા વખથાય છે. અને પિસ્તાં તથા સુકા મેવા ત્યાં સારા પ્રમાણમાં થાય છે અને પરદેશ જાય છે નાણાના એકમ રિયલ છે અને ૭પ રિયલ ખરાખર એક ડોલર થાય. રાજા મહમદ ફૈઝ શાહે ખીજા વિશ્વયુદ્ધની અઝર મજાની અને તેલની કટોકટીના હલ લાવવામાં ભારે કુશળતા બતાવી છે. તેમજ કરજબધ મહમદ ફૈઝાશાહ-ફ્રેમ બંધ, સદિ-રુદ ખંધ વગેરે ખંધાવી, સંદેશા વહેવાર તથા રસ્તાઓ અને ખંદા સુધારી દેશની પ્રગતિમાં અને આખાદીમાં સારા ફાળા આપ્યા છે. પરદેશી લેન લેવી રેષ્ઠ શાહુને ગમતી નહિ તેથી ૧૯૨૫ માં ખાંડ અને ચહા પર કર નાંખી તેની આવકમાંથી ટ્રાન્સ-ઈરાનિયન રેલ્વે અધાઇ તેથી તે ખાંડની રેલવે કહેવાય છે. આ રેલવે પર આવતા વેરેસ્ક પૂલ મઝનદરનમાંથી ટ્રાન્સ-ઈરાનીયન રેલવેની એક અજાયબી ગણાય છે. ૨૧ મી માર્ચ અથવા ૨૨ મી માર્ચે નવરાઞ-નૂતન વર્ષના તહેવાર ઉજવાય છે. -- Jain Education International આપણે આપણા ઈરાન-પરિચય-પ્રવાસ તેના પાટનગર તહેરાનથી શરૂ કરીએ. ઈ. સ. ૧૨૨૦ પહેલાંના તહેરાનના ઇતિહાસ નાશ પામ્યા છે. ખેારાસારના રાજ્યપાલ તાહિરના નામથી આ શહેર સંકળાયેલું છે, અથવા તેહ-રન નામ સાથે તેના સંબંધ છે. એ વિચારશને પુષ્ટિ મળતી નથી. તેહાન એટલે હુંફાળું સ્થાન. જેમ શેમરાન એટલે ઠંડુ સ્થળ. તહેરાનને સુંદર ખનાવનાર પ્રથમ રાજા હતા કરીમ ખાન જીંદ (૧૭૫૮-૫૯), તેહરાનના ખા વિકાસ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ રેસા શાહે પહેલવીના શાસનમાં થયેા. છેલ્લા ૩૦-૪૦ વર્ષમાં તેહરાનની વસતી ૧૦ ગણી ઉપરાંતની થઇ છે. તેનુ ક્ષેત્રફળ પાંચગણા કરતાં વધુ વધ્યુ છે. અને માટર વાહન વહેવાર ૧૦,૦૦૦ ગણા થયા છે. છ થી વીસ માળનાં મકાના ખંધાયા છે. તેહુરાન ઈલપ્પુઝ પતાની તળેટીમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy