SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વશના છે, મહમ્મદ ઈબ્ન સાઉદના પત્ની વામી ધર્મ સ'પ્રદાયના સ્થાપક મહેમદ ઈબ્ન અબ્દુલ વહાબ (૧૭૦૩– ૯૧)નાં પુત્રી હતાં. ઈબ્ન સાઉદના રાજવશ તેજદમાં અઢારમી સદીથી રાજ્ય કરતા હતા. મહમદ ઈબ્ન અબ્દુલ વહાખ ઈસ્લામ ધર્મ નું શુદ્ધિકરણ ઈચ્છતા હતા. તેમને નવા સુધારક વિચારાને કારણે તેમના દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમના મત મુજબ જે કાઈ અલ્લાહ સિવાય બીજાની પૂજા કરે છે તે ખાટી પૂજા છે. સંતાની, દરગાહેાની પૂજા સ્તુતિ અલ્લાહમાં અવિશ્વાસ દર્શાવે છે. તેમણે ઈસ્લામ ધર્મના મૂળ સિદ્ધાંતેાનું કડક પાલન ઈશ્યુ અને જાહેર ઈબાદત-પ્રાર્થનામાં હાજરી ફરજિયાત ગણાવી તથા ધૂમ્રપાન પર પ્રતિબધ મૂકયો. તેમના જમાઈ મહમદ ઈબ્ન સાદે આ સંપ્રદાયનું નેતૃત્વ લીધું. હાલના સાઉદી અરેબિયાના રાજા પણ તેમના ધર્માંના વડા--ઈમામ ગણાય છે, તેમને કાયદો ઈસ્લામને દિવ્ય કાયદા શરિયા છે, સાઉદ્દી અરેબિયાના રાજ્યના મુખ્ય એ વિભાગ છે. (૧) નેદ અને (૨) હેાઝ. ને જદુ વિભાગના વડા અમીર-નેજદ છે પાટવી કુંવર અને હેજાઝ ના નાયબ-અલ-માલિક છે. અમીર ફૈઝલ-રાજાના બીજા પુત્ર. મકકા અને મદિના વચ્ચે મહુઃ અધ-ધહુખ-માં સાલેમન રાજાના જમાનાની સાનાની ખાણ છે. અને તેમાંથી દર વર્ષે અઢી લાખ પૌડનુ સાનુ નિકાસ થાય છે. ચલણી નાણું રિયલ આપણા રૂપિયા ખરાખર છે. હેજાઝમાં કળા થાય છે અને અસીરમાં ખજૂરને પાક સારા થાય છે. બીજા ધાન્યમાં બાજરી, ઘઉં, મકાઈ વગેરે છે. ઘેટા, બકરાંના ઉછેરથી દૂધમાંસ ઊન વગેરે મળે છે. અને ઊ'ટના તેમ જ ગધેડાંના વાહન વહેવારમાં ખૂબ ઉપયાગ થાય છે. ઉત્તરમાં અરખી ઘેાડા ઉછેરવામાં આવે છે. પહેખ તેલ ક્ષેત્રની રિફાઈનરી રાસ તનુરામાં છે. અને દરરોજ ૧૧૫૦૦૦ ઉપરાંત બેરલ-પીપ તેલનુ શુદ્ધીકરણ થાય છે. એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ મક્કા કેવળ સાઉદ્દી અરેષિયાનુ નહિ, પણ સમગ્ર મુસ્લિમ આલમનુ સૌથી મહત્ત્વનુ પવિત્ર સ્થળ શહેર છે ઈ.સ. ૫૭૦માં મહમદ પયગમ્બરના જન્મ મક્કામાં થયે હતે! તે પહેલાં પણ મક્કા પવિત્ર સ્થળ મનાતું હતું. પરંતુ મહંમદ પયગમ્બરના સમય પહેલાં ત્યાં સૂર્ય ચંદ્ર અને બીજા દેવતાઓની પૂજા વિધિ થતાં અને તેની સાથે ચાર દેવતા સંકળાયેલા હતા. મહમદ પયગમ્બરના સમય પહેલાં પણ મુખ્ય મસ્જિદ હરમની વચ્ચે ચેરસ ઈમારતનું કામા અસ્તિત્વ ધરાવતુ હતુ અને તેને આદમે બધાવ્યું હતુ. એમ લેાક કહે છે. તે પછી અબ્રાહમે તેને ફરી ખંધાવ્યું અને ઈશ્માયલે દેવદૂત પ્રાયેલે તેને આપેલા પ્રખ્યાત કાળા પથ્થર તેના એક ખૂણે સ્થાપ્યા. મહંમદ પયગમ્બર ને મક્કામાંથી ઈ.સ. ૬૨૨માં નાસી જવુ' પડયુ` હતુ`. હિજરત કરવી પડી હતી. તે પરથી મુસ્લિમ હિજરીસન સ`વત શરૂ થયા. ફરી પાછા તે સને ૬૨૮માં મક્કા પાછા ફર્યાં. ઈદ અલ-અધાના ઉત્સવે મઝાની હજ કરવી તે દરેક મુસ્લિમધમી ની અંતરેચ્છા હોય છે. તેને માટે તે જીવન ભર મૂડી બચાવે છે. કાખા પાસે આવેલા ઝમઝમ કૂવાને અને તેના પાણીને પવિત્ર માનવામાં આવે છે કારણ ઈમાયલની જિદ્રુગી બચાવવા અલ્લાહે હગરને આ કૂવા તરફ દોર્યા હતા અને તેના પાણીથી તે ખગ્યેા હતા. હગર અને ઇમાયલની દરગાહો કાળા પાસે જ છે. માનવજાતની માતા હુવાઈવની કબર જેકામાં હોવાનું મનાય છે મક્કાની યાત્રાની પર પરા કુરાને પણ જાળવી રાખી અને તેને એક પવિત્ર ફરજ બનાવી. આથી દર વર્ષે ઈદુ-અલ અધા-બલિદાનના ઉત્સવે દૂર દૂર દેશના મુસ્લિમા હજારોની સંખ્યામાં મક્કાની જાત્રા એ આવે છે. મુસ્લિમ સિવાય અન્યધમી ને અહીં પ્રવેશ મળતા નથી. આ યાત્રાના વિધિ પણ કડક ચુસ્ત છે. હજ કરી આવનાર હાજી તરીકે ઓળખાય છે. સાઉદી અરેબિયાના રાષ્ટ્રધ્વજ ખૂબ સુંદર છે લીલા રંગની ભૂમિકા પર તેમાં સફેદ તલવાર છે. અને તેની નીચે અલકારિક રોડમાં અરેબિક લિપિમાં ‘અલ્લાહ એક જ છે. અને મહમદ અલ્લાહના પયગમ્બર છે” એવુ સૂત્ર આલેખ્યું છે. Jain Education International આ પવિત્ર ક્ષેત્રને વિસ્તાર મકકાની પશ્ચિમે ૧૬ માઈલથી શરૂ થાય છે. તેમાં પ્રવેશતાં દરેક યાત્રાળુને ખાસ પેાશક-ઈહરમ-પહેરવા પડે છે તે રેશમ સિવાયના અને અટન વિનાના એ લાંખા સફેદ વસ્ર-કાપડના છે અને ખભેથી શરીરને ઢાંકે છે. મકકા પહેાંચીને દરેક યાત્રાળુની પ્રથમ ફરજ કાખામાં સ્તુતિ-પ્રાર્થના કરવાની છે. અને તે પછી સાત વખત બધા કાખાની પ્રદક્ષિણા કરે છે અને કાળા પવિત્ર પથ્થરને ચૂમે છે. દરેક ઝમઝમનુ' પવિત્ર જળ પીએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy