________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ ચોગ સાધક આચાર્ય શ્રી શાન્તિ વિમલસરીશ્વરજી
જોધપુર રાજ્યમાં જેસલમેર ગામના જમીનદાર માલદેવજી અને તેડાના સુશીલ પત્ની યમુનાદેવીનો સમય ધમધાન જપતપ આદિમાં તેમજ લક્ષ્મીનો સદુપયોગ દાનનાં ઝરણાં વહેવડાવવામાં થતો હતો તેમને બે પુત્રો અને એક પુત્રી હતાં. પૂત્રીનું નામ ધર્માદેવી અને પુત્રમાં મોટાનું નામ ઉમાશંકર અને નાનાનું નામ ખેમચંદ હતું. સં. ૧૯૮૦ના મહા સુદ ૧૦ના રોજ ખેમચંદ અને ચુનીલાલને સમારોહપૂર્વક યતિ દીક્ષા આપી ખેમચંદનું નામ ક્ષમા વિજયજી અને ચુનીલાલનું નામ ચંદ્રવિજયજી રાખ્યું. યતિ શ્રી ક્ષમા વિજયજીએ અનેક તીર્થોની યાત્રાઓ કરી, સારો અનુભવ મેળવ્યો. આનંદ પૂર્વક ગાદીને શોભાવવા લાગ્યા. પણ વૈરાગ્યની ભાવના ઉડે ઉડે ઘણી હતી. ગાદી. સંપત્તિ ને જાગીર હોવા છતાં આત્મ કલ્યાણ તરફ વિશેષ ખેંચાણ રહેતું હતું. ગુરૂદેવ પન્યાસ શ્રી હિંમત વિમળાજીના દર્શન થતાં દીક્ષાની ભાવના જાગી. ગુરુદેવે યતિ ધર્મની જાહોજલાલી અને સાધુધર્મના આકરા એવા આચાર વિષે તેમને સમજાવ્યા. પણ યતિવર્ય ક્ષમા વિજયજી દીક્ષાને માટે ઉત્સુક હતા. તેથી ગાદી, સંપત્તિ
એ બધાનો ત્યાગ કરીને, સં ૧૯૮૩ના જેઠ સુદ ત્રીજ ને ગુરૂવારના
- રોજ, ગુરૂદેવ શ્રી હિંમત વિમળજી પાસે સંવેગી દીક્ષા લીધી. તેમનું નામ શાતિવિમળ રાખવામાં આવ્યું. ગુરૂદેવ મહર્ષી શ્રી વિમલાણી, તપોભૂતિ, તથા તીર્થ યાત્રાના પ્રેમી હતા. તેતર તો અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી હતી. જગ્યાએ પીસ્તાલીસ આગમ, ચૌદ પૂર્વ તથા અક્ષયવિધિ વિગેરે તો કરાવી, હજારો ભાઈ બહેનને તપમાં જોડયા હતા.
પન્યાસ શ્રી શાન્તિ વિમળ ગુરૂદેવના પ્રાણપ્યારા શિષ્ય ગુરુદેવની સેવા સુશ્રષામાં, રાત દિવસ લીન રહેતા. અને આનંદ માનતા હતા. ગુરુદેવની ભાવના, પિતાના પ્યારા શિષ્યને આચાર્ય પદવી આપવાની ભાવના, ઘણા વખતથી હતી. તેઓશ્રીને ૨૦૨૦ના મહા સુદી બીજના ઉપરિયાળા તીર્થમાં મેટા માનવ સમુદાયની હાજરીમાં આચાર્યશ્રીની પદવી આપી. આ પ્રસંગે અઠ્ઠાઈ મહોત્સવ, સિદ્ધ ચક પૂજન, અકાતરિ સ્નાત્ર અને ત્રણ નૌકારશી આદિન કાર્યકમ થયો હતો.'
આચાર્યશ્રી શાન્તિ વિમળસરીએ ગુરુદેવને પગલે, ધર્મ પ્રભાવનાના અજવાળાં કર્યા છે. તેઓ યોગનિષ્ટ અને સાધક છે. ગુરુદેવના નામને અમર કરવાને માટે, સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં વલભ વિહારની બાજુમાં, હિંમત વિહારનું સર્જન કર્યું છે. તેમાં જીનાલય, ઉપાશ્રય, જ્ઞાન મંદિર, અને ધર્મશાળા માટે રૂમની યોજના કરી છે. અને ગુરુદેવનું સાચું સમારક હિંમત વિહાર બની રહેશે.
પૂ. મુનિશ્રી સિદ્ધસેન વિજ્યજી મહારાજશ્રી ભારતમાં ધર્મ અને આધ્યાત્મિકતાની પગદંડીને વધુ ઉજજવભ બનાવવામાં મુનિવર્યોના ત્યાગ તપશ્ચર્યા અને સાધનાનું ધીમું મેટું પ્રદાન રહેલું છે. રાજપુરના વતની અને હાલ મુંબઈ મેટ્રીક સુધીને અભ્યાસ કરી નાની ઉમરથીજ ધર્મભાવનાના રંગે રંગાયા પૂ. કમળાબેન તથા અમૃતલાલ છોટાલાલ શાહ મુનિ અમિવિજયજીની પ્રેરણાથી તેમની ભાવનાઓને બળ મળ્યું. પાલીતાણામાં ૨૦૨૩માં શત્રુંજયવિહાર ધર્મશાળામાં વડી દીક્ષા લીધી પૂ. આચાર્યદેવ વિજય ધર્મધુરંધર સુરિશ્વરજીના શિષ્ય તરીકે કેસરીયાનગરમાં બિરાજે છે. પાંચ પ્રતિકમણ, સાધુક્રિયાના સુત્રે, ચાર પ્રકરણ અર્થ સહિત, ત્રણ કર્મગ્રંથ અર્થ સહિત, સંસ્કૃત બે બુક હેમલધુ પ્રક્રિયા, રધુવંશ મહાકાવ્યા વિગેરે. ધાર્મિક વાંચનનો જબરો શેખ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org