________________
૫૪
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ શરુ ભકિતનો અપૂર્વ પરિચય આપેલ. બાદ પૂજયશ્રીની તબિયત ગેસના હુમલાથી અવારનવાર લથડતી ચાલી છતાં નવા ગ્રંથોનું સર્જન સાધુઓને વાચના ગ્રંથનું સંશોધન આદિ જરા ઠીક તબીયત થયેથી ચાલુ રહેતું. છેવટે વિ.સં. ૨૦૦૬ના છે. સુ. ૫ ના રોજ પૂજયશ્રીને કોણ જાણે કેમ પૂર્વસૂચના થઈ હોય તેમ પિતાના સઘળા સાધુઓ અને મુખ્ય શ્રાવકને બોલાવી કહ્યું કે શરીરને હવે હું મારા તરફથી વોસિરાવી દઉં છું. છેવટે વૈશાખ વ. ૫ સાંજે ૪-૩૨ મિનિટે છે. છેલ્લી ઘડીએ એટલે ૪-૩૦ સુધી નવકાર ગણવાની પદ્ધતિ આંગળીના વેઢા પર ચાલુ રહી. છેલ્લી બે મિનિટ એક ડચકું ખાઈ પાછળ ટેકા પર માથું ઢળી પડયું. અને પરમોચકેટિને આમાં શરીરના બંધનથી મુક્ત બની સદગતિને પથિક બની ગયો. ત્યારબાદ સુરતીઓએ ખૂબજ અનોખી રીતે ભવ્ય ઠાઠપૂર્વક સમશાન યાત્રા સેનેરી જરીયાન પાલખીમાં પૂજ્યશ્રીના શરીરને બિરાજમાન કરી આગમ મંદિર સામે આજ સુધીમાં નહિ બનેલ. છતાં કલેકટરનો હુકમ લાવી ગામ વચ્ચે કાજીને મેદાનમાં અગ્નિ સંસ્કાર ચંદનના કાષ્ઠ અને ઘીથી કર્યો.
તેજ જગ્યાએ ટુંક સમયમાં ભવ્ય-ગુરુમંદિર બાંધી વિ.સં. ૨૦૦૭ મહાવદ ૫ તેની પ્રતિષ્ઠા પણ કરાવી. રાધનતીર્થોદ્ધારક સ્વ. પુજ્ય આ. શ્રી ચન્દ્રસાગર સુરીશ્વરજી મહારાજ
આ મહાપુરુષ જન. સંઘમાં શ્રીવર્ણમાન તપ અને શ્રી નવપદજીની આરાધના ના અડગ પ્રચારક તરીકે પ્રસિદ્ધ હતા. પૂજયશ્રીનો જન્મ અમદાવાદ દોશીવાડાની પિોળમાં કુવાવાળા ખાંચામાં શેઠશ્રી જે શિંગભાઈ પટવાના ઘેર સુશ્રાવિકા શ્રી પ્રધાન બહેનની કૂખે વિ. સિં. ૧૯૫૦ કા. સુ. ૧૧ ના મંગળ દિને થએલ, ચીમનભાઈ તેમનું નામ હતું. ધાર્મિક અભ્યાસ તેઓએ નાનપણથી જ ખૂબ સારો કરેલ. પૂ. સ્વ. આ. શ્રી. વિજય નીતિ સૂરીશ્વરજી મ. ના નિકટ પરિચયમાં આવી તેઓશ્રી ધર્મક્રિયા માં ખૂ બ તત્વજ્ઞ આરાધક તરીકે નિષ્ઠાવાન બનેલ.
ચોગ્યવસે તેમના લગ્ન ફલીબહેન સાથે માતા-પિતાના આગ્રહથી થએલ. તે વખતના લોકમાનસને માન આપી તેઓશ્રી મુંબઈમાં શેઠ શ્રી નગીનદાસ કરમચંદની પેઢીમાં ધર્મ સાથે અર્થોપાર્જનના પ્રશ્નને હલ કરવા જોડાએલ. તે વખતે ચઢતી જુવાનીમાં પૂજ્યશ્રી વધ્યમાન તપની ઓળીઓની સળંગ આરાધના અને વીતરાગ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા વ્યાખ્યાનશ્રવણ, સાંજે પ્રતિક્રમણ, પર્વતિથિએ પૌષધ વગેરે ગોડીજી
જૈન દેરાસરમાં અનેક આરાધક પુણ્યાત્માઓ સાથે કરતા. ગાડીમાં સામાયિકપ્રતિક્રમણ પૌષધ આદિની સામુહિક આરાધના થતી તેમાં સૌના ધર્મ નેહથી લાડીલા ધર્મનેતા તરીકે પૂજયશ્રી હતા. પૂજ્યશ્રીની દેખરેખ અને ધર્મનેહભરી દોરવણી નીચે સહુ અનુપમ આનંદથી ધર્મક્રિયાઓ કરતા.
આવા આરાધકો તે વખતે ૮૦ થી ૯૦ હતા. બધાની મંડલી ધાર્મિક રીતે ખૂબ સુંદર કાર્યો કરતી. તે સહુના આગેવાન પૂજ્ય શ્રી હતાં.
પૂજયશ્રીએ મહેનત કરી મુંબઈમાં તે વખતે શ્રી વર્ધમાન તપ આંબિલખાતાની સ્થાપના કુંભાર ટુકડામાં ભાડાના મકાનમાં કરેલ. જાત મહેનત. જાત દેખરેખ સાથે અનેક પુણ્યાત્માઓને વધ્યમાન આ બિલના તપમાં આગળ વધારતા; મુંબઈ જેવી મહમયીનગરીમાં બીજી પણ અનેક પ્રવૃત્તિઓમાં કેટલાય લોકોને જોડવાનું કામ પૂજ્યશ્રી કરતા હતા.
પ્રયથી પૂ. આગમાધારક આચાર્ય દેવશ્રીના તાત્વિક વ્યાખ્યાનોથી ખૂબ પ્રભાવિત થયા અને તાવિક વૈરાગ્યની ભૂમિકાએ પૂજ્યશ્રી સ્થિર થઈ સંસારના કીચડથી નીકળવા મથામણ કરવા લાગ્યા. પૂજ્યશ્રીના સુપત્ની સુશ્રાવિકા ફૂલી બહેનની પ્રબળ મહદશા અને તેમની ધાંધલીયા ઉગ્રવૃત્તિના કારણે ધર્મમાગે જોડનાર ખાસ ઉપકારી પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મ. પણ દીક્ષા આપવા તૈયાર ન હતા; બીજી પણ ઘણી જગ્યાએ પૂજ્યશ્રીએ મહેનત કરી પરંતુ! “ઝી નદી વાટ ' ની જેમ સાચે વૈરાગ્ય પ્રબલ બની પૂજય શ્રી પૂ. આગધારક આચાર્યદેવશ્રીની હૂંફ મળી અને સંક૯પમાં દઢતા આવી, ગોડીજીમાં ધર્મક્રિયાએ આવનારા ૮૦ જણામાં બધાને એમ જ થએલ કે પૂજ્યશ્રી દીક્ષા લે તેમ નથી છતાં પૂજ્યશ્રીએ એક વખતે જોરદાર “ સંયમ રંગ લાગ્યા. ” સ્તવન દેવવંદનમાં લલકારી અધાને સંયમ તરફ વાળવા માટે અભિગ્રહ આપવા માંડયો. બધાએ છટકવા માટે “તમે લે તે અમે લઈએ ન તે છ વિગય ત્યાગ'. એમ બધાને સંયમ જ બળાના પંથે જવા માટે મજબૂત કરી લીધા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org